Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

નવી કોર્ટ બિલ્‍ડીંગની મંજૂરી મેળવ્‍યા બાદ પારડી કોર્ટમાં સિનિયર ડિવિઝન કોર્ટ લાવવામાં આવશે હોવાનું જણાવતા પ્રમુખ ભરતભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: કોટલાવ ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખાતે ચાલતી કામચલાઉ રીતે ચાલતી પારડી કોર્ટના વકીલ મંડળના હોદ્દેદારોની નિમણૂક આજરોજ કરવામાં આવી હતી.
તારીખ 4-12-2023 ના રોજ ફોર્મ ભરવાની તારીખથી લઈ તારીખ 12/12/2023 ના ચૂંટણીના આખરી દિન સુધી અન્‍ય કોઈ ફોર્મ ન ભરાતા વર્ષોની પરંપરા મુજબ ફરી એક વખત બે વર્ષ માટે પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્‍યારે ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ એમ પટેલ અને અશ્વિનભાઈ આર દેસાઈ, સેક્રેટરી તરીકે હિતેશભાઈ આર પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી તરીકે ભાર્ગવ પંડ્‍યા, ટ્રેઝરર તરીકે મિતેશ એસ. પટેલ, જોઈન્‍ટ ટ્રેઝરર તરીકે જીનેશ એ મપારા, લાઈબ્રેરીયન તરીકે રોનક એમ રાણા તથા ઈ-લાઈબ્રેરિયન તરીકે વત્‍સલ દેસાઈની પણ અન્‍ય કોઈ ફોર્મ ન ભરાતા બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
મુખ્‍ય ચૂંટણી કમિશનર અમિત બી. પટેલ તથા સહ ચૂંટણી કમિશનર અજીત બી. પટેલે સૌ વકીલ મિત્રોની હાજરીમાં આ પારડી વકીલ મંડળના હોદ્દેદારોના નામો જાહેર કરતા સૌ વકીલ મિત્રોએ પ્રમુખ ભરતભાઈ સહિત સર્વે હોદ્દેદારોને અભિનંદન પાઠવ્‍યા હતા.
સિનિયર વકીલ દિનેશભાઈ શાહે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, પારડી વકીલ મંડળની સ્‍થાપનાથઈ ત્‍યારથી આજ દિન સુધી ચૂંટણી કરવાનો પ્રસંગ બન્‍યો નથી અને હરેક વખતે બિનહરીફ હોદ્દેદારોની વરણી થાય છે. જેમાં સૌપ્રથમ ગોવિંદજી દેસાઈ 2. હિરાચંદ શાહ 3. પ્રફુલભાઈ પંડ્‍યા 4. નરીમાન ખાડા વાલા 5.ધર્મિન શાહ અને છેલ્લી બે ટર્મ એટલે કે છેલ્લા બે વર્ષ અને હાલના બે વર્ષ માટે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ છે. આમ ચૂંટણી ન કરી વર્ષોથી બિનહરીફ હોદ્દેદારોની નિમણૂક થવી એ પારડી વકીલ મંડળની એકતા દર્શાવે છે.
અન્‍ય સિનિયર વકીલ ધર્મીનભાઈ શાહે જણાવ્‍યું હતું કે, કોર્ટની ગરિમા જાળવી રાખી વકીલોને પડતી મુશ્‍કેલીઓ દૂર કરે અને વકીલ એકતા જળવાઈ રહે એ માટેના પ્રયત્‍નો કરવા જોઈએ.
ફરી એક વખત બે વર્ષ માટે પારડી વકીલ મંડળનો પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળનારા ભરતભાઈ પટેલે સૌપ્રથમ સિનિયર વકીલો, મહિલા વકીલો તથા જુનિયર વકીલોનો તમામનો બીજી ટર્મ માટે પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ અને પ્રમુખ તરીકે ન હોદ્દો આપવા બદલ આભાર માન્‍યો હતો. ત્‍યારબાદ તેમણે જણાવ્‍યું હતું કે, ધર્મીનભાઈ શાહના સમયગાળા દરમિયાન તેમણે કરેલ કોર્ટ બિલ્‍ડીંગની રજૂઆતને આગળ ધપાવી પોતે પ્રમુખ બન્‍યા બાદ અન્‍ય સાથીદારો હિતેશભાઈ પટેલ સહિત નાઓ સાથે ભારે જહેમત બાદ પારડીને નવું આધુનિક કોર્ટ બિલ્‍ડીંગ માટેનીસફળતા પ્રાપ્ત થઈ છે તથા પારડી કોર્ટમાં સિનિયર ડિવિઝન કોર્ટ પણ લાવવામાં આવશે હોવાનું પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્‍યું હતું.
આ પ્રસંગે ઉપસ્‍થિત સૌ વકીલ મિત્રોએ પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત સમગ્ર ટીમને અભિનંદન આપ્‍યા હતા.

Related posts

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત”જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધા ૨૦૨૧-૨૨”માં ભાગ લેવા બાબત

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

એન કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડીબેટ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

Leave a Comment