January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચંદ્રપૂર ખાતેથી ચોરાયેલ હાઈવા ટ્રકનો વોન્‍ટેડ ચોરને વાપીથી ઝડપતી એલસીબી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વર્ષ 2018માં પારડીના ચંદ્રપૂર હાઈવેના સર્વિસ રોડ પર દિવ્‍યેશભાઈ માંગેલાની પાર્ક કરેલી હાઈવા ટ્રક નં.જીજે-15-એટી-5511 ની કિંમત રૂા.25,00,000 ની ચોરી થઈ હતી. જે કેસમાં પોલીસે અગાઉ ટ્રક ચોરી કરનાર ઓમ પ્રકાશ શંભુજી મારવાડી રહે.નાગોર રાજસ્‍થાનની ધરપકડ કરી હતી. પરંતુ તેની સાથે કારમાં આવી ટ્રક ચોરીમાં ભાગીદાર રહેલો હુકમચંદ ઉર્ફે હૂકમારામ કેશુજી ભવરજી બાવરી ઉવ 46 રહે.રાજસ્‍થાન, પીસાગન અજમેર પોલીસની નાસતો ફરતો હતો. ત્‍યારે આ હુકમચંદ વાપીમાં આવ્‍યો હોવાની એલસીબીને મળેલી માહિતી આધારે તેને ઝડપી પાડ્‍યો હતો અને પારડી પોલીસને સોંપવામાં આવતા પારડી પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપાયેલો આરોપીએ વર્ષ 2017-18માં અમદાવાદથી પણ પાંચેક જેટલા ડમ્‍પર ચોરી કર્યા હતા. જેનીઅમદાવાદમાં ધરપકડ બાદ સેન્‍ટ્રલ જેલની હવા ખાઈ ચૂકયો છે. ત્‍યારે આ રીઢા ચોર પાસેથી ચંદ્રપુરથી ચોરેલી ટ્રક કયાં અને કોને વેચી તેની સાથે બીજુ કોણ સામેલ છે જેવી પૂછપરછ પારડી પોલીસ કરી રહી છે.

Related posts

સેલવાસના જૂના સચદેવ બાલ ઉદ્યાનમાં સ્‍થાપવામાં આવેલ ગાંધીજીની પ્રતિમા ધૂળ ખાઈ રહી છે

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment