April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા તેમજ ક્‍વોરી વ્‍યવસાય સાથે સંકળાયેલ રાજેશભાઈ મોહનભાઈ પટેલને તેમની પુત્રી એકતાનાં લગ્ન હતા. જેમાં વર પક્ષ દ્વારા કન્‍યાને ચઢાવવાના અંદાજિત 23 તોલા જેટલા દાગીના ભરેલ બેગ કોઈ યુવક ઉઠાવી જતા ભીલાડ પોલીસ મથકમાં ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર વાપીનાં ચલામાં રહેતા રામચંદ્ર પટેલનાં પુત્ર ચિરાગના ઉમરગામ તાલુકાના નાહુલી ગામ ખાતે રહેતા રાજેશભાઈ મોહનભાઈ પટેલની પુત્રી એકતા સાથે લગ્ન ગોઠવ્‍યા હતાં. 10મી ડિસેમ્‍બરે આ લગ્ન હતા. રાત્રિના નવ વાગ્‍યા બાદ જાન લઈને વરપક્ષ મંડપમાં પહોંચ્‍યા હતા. કન્‍યાપક્ષ દ્વારા જાનનું ભવ્‍ય સ્‍વાગત કરી જાનૈયાઓને આવકાર્યા હતા. જેમાં લગ્ન કરાવી રહેલા મહારાજ દ્વારા કન્‍યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરી હતી. વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ જગ્‍યા ઉપર મળી નહતી. રાજેશભાઇ પટેલ અને તેમના પરિવારના સભ્‍યોએ લગ્ન મંડપ અને આજુબાજુના વિસ્‍તારમાં કન્‍યાના સોનાના ઘરેણાં ભરેલી બેગની શોધખોળ કરી હતી. પરંતુ બેગ ન મળતાં કંઈ લગ્ન મંડપમાંથી સોનાના ઘરેણાં ભરેલી બેગની ચોરી થઈ હોવાનું ધ્‍યાને આવતા ઉદ્યોગપતિનાં ઘરે લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સૂટ બૂટમાં આવેલ અજાણ્‍યો ઈસમ જાનૈયા અને રાજેશભાઇના પરિવારના સભ્‍યોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને રફુચક્કર થતો દેખાયો હતો.
દાગીના ભરેલ બેગમાં કન્‍યા માટે મંગળસૂત્ર, સોનાનો હાર, કાનની બુટ્ટી અને હાથમાં પહેરવાના સોનાનાં કડા હતા જેનું અંદાજિત વજન 23 તોલાનાં સોનાના ઘરેણાં હતા. જેની કિંમત રૂા. 7.89 લાખના ઘરેણાંની ચોરી થઇ હતી. રાજેશભાઇ પટેલે બનાવ અંગે ભીલાડ પોલીસને જાણ કરતા ભીલાડ પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ભિલાડ પોલીસે એલસીબી, એસઓજીની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરની ટુર્નામેન્‍ટમાં દમણઃ દોરડાખેંચ સ્‍પર્ધાના પુરૂષ વિભાગમાં હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ વિજેતાઃ ઉપ વિજેતા રહી અસ્‍પી ઈલેવન

vartmanpravah

ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્‍મ દિવસે તિથિ ભોજન અપાયું

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

Leave a Comment