September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

આરોપી ટેમ્‍પો ચાલક પારડી ઉમરસાડીના સમીર કિશોરભાઈની ધરપકડ : ટેમ્‍પો સાથે રૂા.5.16 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી નવા રેલવે ગરનાળા સામે બુધવારે સાંજના દમણ ડાભેલ તરફથી આવી રહેલ દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો એસ.ઓ.જી.એ ઝડપી પાડી ટેમ્‍પો ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની હીલચાલ ક્‍યારેય અટકી નથી. જિલ્લામાં ઓછામાં ઓછો રોજ બે થી ત્રણ સ્‍થળોએ દારૂનો જથ્‍થો ભરેલા વાહનો ઝડપાય છે. બુધવારે સાંજે નવા રેલવે ગરનાળા પાસે એસઓજીને મળેલ બાતમી આધારે ડાભેલથી આવી રહેલ અશોક લેલેન્‍ડ ટમ્‍પો નં.ડીડી 03 પીપી 9570માં પોલીસે દારૂનો જથ્‍થો ઝડપ્‍યો હતો. ટેમ્‍પામાં કુલ 756 બોટલ દારૂ મળી આવ્‍યો હતો. ટેમ્‍પો તથા દારૂનો જથ્‍થો મળીને કુલ રૂા.5.16 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આરોપી ટેમ્‍પો ચાલક ઉમરસાડી નવી નગરીના સમીર કિશોરભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

દાનહના 70મા મુક્‍તિ દિવસની ઉજવણીમાં કોઈ કચાશ નહીં રહેવી જોઈએઃ પાડા ફળિયા પંચાયત સુધી આનંદોત્‍સવ મનાવવો જરૂરી

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

Leave a Comment