December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં મોપેડ ખરીદીમા બ્રોકર દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા ગામના એક ઓટો બ્રોકર દ્વારા ગ્રાહક અને બેન્‍ક સાથે મોપેડ ખરીદીમા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાયી છે.જેમા ફરિયાદી માધુરી યાદવ ચોલા ફાયનાન્‍સ સિલ્‍વાસા બેન્‍ક જેઓએ શિવાન ઓટો બ્રોકરના માલિક રાજ પાંડે દ્વારા છેતરપીંડી કરી ગાડી લીધી હોવાની ફરિયાદ અરજી આપવામા આવી છે. જેમા જણાવ્‍યા અનુસાર માધુરી યાદવ ચોલા ફાયનાન્‍સ સેલવાસ બેંકમા લોન ડિપાર્ટમેન્‍ટમા નોકરી કરે છે. ગત 3જાન્‍યુઆરીના રોજ રાજ પાંડે જે શિવાન ઓટો શો રૂમના માલિક છે અને બ્રોકર પણ છે જેણે મારી પાસે એક્‍ટિવા 125 મોપેડ મંગાવેલ જે ઇમ્‍પિરિયલ ઓટોમાથી ગાડી લઈને રાજ પાંડેના શો રૂમ પર ડિલિવરી કરાવી રાજ પાંડેએ જણાવ્‍યુ કે ગ્રાહક લોન પર ગાડી લેશે અને એની સામે રાજ પાંડેએ માધુરીના ખાતામા 35 હજાર રૂપિયા ગુગલ પેથી ટ્રાન્‍સફર કર્યા જેથી એને મોપેડ આપવામા આવી જે ગ્રાહકને આપવામા આવી ગ્રાહકે એને પૂરું પેમેન્‍ટ 95હજાર આપી દીધુ હતું. જયારે માધુરી ગ્રાહકના ઘરે ગાડી લેવા ગયી ત્‍યારે ગ્રાહકે જણાવ્‍યુ કે મેં રોકડા રૂપિયા 96હજાર રાજ પાંડેને આપીને ખરીદી કરી છે.
35 હજાર તો મળેલ પરંતુ બાકીના 61હજારની લોન ચોલા ફાઇનાન્‍સમા ચાલુ છે જેગ્રાહક ભરવા તૈયાર નથી અને ગાડી પણ પરત આપી નથી રહ્યો ગાડી ના તો ગ્રાહકના નામ પર ટ્રાન્‍સફર થશે અને ઇમ્‍પિરિયલ ઓટો વાળા મને દરરોજ ફોન કરી પૈસા માંગી રહ્યા છે.
ઇમ્‍પિરિયલ દ્વારા મને સમય આપવામા આવ્‍યો હતો જેનુ પેમેન્‍ટ બાકી હોય તે બધી ગાડી અમને 28જાન્‍યુઆરી સુધીમા પરત આપવા જણાવેલ જેના માટે ગ્રાહકના ઘરે ગાડી લેવા ગયેલ જ્‍યાં ગ્રાહકે રાજ પાંડેને બોલાવેલ ત્‍યાં રાજ પાંડેએ માફી માંગી હતી અને જણાવેલ કે 4 ફેબ્રુઆરી સુધીમા પેમેન્‍ટ આપી દઈશ એની સામે માધુરીએ એમને ખેંચાયેલી ગાડી આપી અને સામેવાળાને જણાવ્‍યું કે 4ફેબ્રુઆરી સુધીમા પૈસા ભરીને ગાડી લઇ જઈશ.
હવે તે મારા પર આરોપ લગાવે છે કે ગાડી આપ જબરદસ્‍તી ઉઠાવી લઇ ગયેલ છે આ રીતે રાજ પાંડેએ ફાયનાન્‍સ બેન્‍ક સાથે અને ગ્રાહક બન્ને સાથે છેતરપીંડી કરી છે એની સામે યોગ્‍ય કાર્યવાહી કરવામા આવે અને અમારુ પેમેન્‍ટ પરત આપવામા આવે કે જેથી ગ્રાહકના નામ પર ગાડી કરી શકાય.મળેલ માહિતી અનુસાર ઘણા લોકો સાથે રાજ પાંડેએ છેતરપીંડી કરી છે ગાડીના નામે પૈસા લઇ તેઓને વારંવાર ધક્કાઓ જ ખવડાવતો રહે છે.

Related posts

દમણમાં ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ની નોંધણી શરૂઃ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાએ પરંપરાગત કારીગરોને લાભ લેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લાની નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબેન પટેલની ભવ્‍ય જીત

vartmanpravah

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

vartmanpravah

Leave a Comment