January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું દમણના શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત

દમણમાં ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્‍તારમાં શિબિરનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.14: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના ગ્રામીણ વિસ્‍તારમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ સંપન્ન થઈ અને શહેરી વિસ્‍તારમાં શુભારંભ થયો છે. દમણમાં ત્રણ દિવસ સુધી આ રથ અનેક વિસ્‍તારમાં ભ્રમણ કરશે અને લોકોને કેન્‍દ્રની મોદી સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગરૂક કરશે. આજે નાની દમણ બસ સ્‍ટેન્‍ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’રથનું સ્‍વાગત નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, ચીફ ઓફિસર શ્રી સંજામ સિંહ, ન.પા. ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિ હળપતિ સહિત અન્‍ય સભ્‍યો દ્વારા કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયાએ લોકોને વિકાસ કાર્ય અને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.
કાર્યક્રમમાં દમણ બાલભવનના બાળકો દ્વારા ‘ધરતી કરે પુકાર’નું નાટક રજૂ કરવામાં આવ્‍યું. શાળાના બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિકસિત બનવા માટે ઉપસ્‍થિત તમામ લોકોએ શપથ લીધા હતા. દમણ ન.પા.ના વોર્ડ નંબર 7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પીદમણિયા અને વોર્ડ નં.6ના કાઉન્‍સિલર શ્રી ચંડોક જસવિન્‍દરને ‘હર ઘર નલ’ યોજના અને ઓડીએફ પ્‍લસ બદલ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થી શ્રીમતી તારાબેન હળપતિએ પી.એમ. સ્‍વનિધિના લાભ, શ્રીમતી પાર્વતી હળપતિએ પી.એમ. આવાસ યોજના વિશે તેમના મંતવ્‍યો રજૂ કર્યા હતા.
ચિત્ર અને ક્‍વિઝ સ્‍પર્ધાના વિજેતાઓને પુરસ્‍કાર આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની અનેક યોજનાઓના સ્‍ટોલ રાખવામાં આવ્‍યા હતા જેમાં યોજનાઓના લાભ અને માહિતી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ દમણના સીટી વિસ્‍તાર ધાકલીની વાડી, કુંભારવાડ, તીન બત્તી, એકતા ઉદ્યાન, માછીવાડની વિવિધ શેરીઓમાં ફરી હતી અને નુક્કડ નાટકથી લોકોમાં પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓ વિશે લોકોમાં જાગરૂકતા લાવવામાં આવી હતી.

Related posts

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં 19 ચોરી કરેલ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો

vartmanpravah

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

vartmanpravah

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment