બાબા જય ગુરુદેવ સંસ્થાનના સ્થાપક પૂ.પંકજજી મહારાજની યાત્રા ભારત ભ્રમણે 77 દિવસ માટે નિકળી છે : વાપીમાં સ્વાગત અને સભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા આજે વાપીમાં આવી પહોંચતા અનુયાયીઓએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
જય બાબા ગુરુદેવ સંસ્થાન મથુરાના સ્થાપક ગુરુ શ્રી પૂજ્ય પંકજજી મહારાજ મથુરાથી ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રા લઈને નિકળ્યા છે. ભારત ભ્રમણ કરતી યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. ચણોદ મધર ઈંગ્લીશ સ્કૂલ પાસે યાત્રાનું અનુયાયીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. બાદમાં યાત્રા સત્સંગ સભામાં ફેરવાઈ હતી. સમાજમાં સદાચાર, ધર્માચાર, શાકાહાર અને સદાચારનો પ્રસાર-પ્રચાર થાય તે માટે જય બાબાગુરુદેવએ યાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રા ભારતમાં 77 દિવસ વિવિધ રાજ્યોમાં ફરજે. આજે યાત્રા વાપીમાં આવી પહોંચી હતી. અનુયાયીઓએ ભવ્ય સ્વાગત કરી બાબા જય ગુરુદેવનો જય જયકાર કર્યો હતો.