September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઈનરવ્‍હિલ ક્‍લબ ઓફ વાપીની ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેન ડો. તેજલબેન દેસાઈએ મુલાકાત લીધી

ડિસ્‍ટ્રીક્‍ટ ચેરમેને ક્‍લબ મેમ્‍બરો સાથે વિવિધ પ્રોજેક્‍ટો અને દત્તક ગામ તથા અરનાલા ખાતે આશ્રમશાળાની મુલાકાત લઈ હેપી સ્‍કૂલનું પણ ઉદ્‌ઘાટન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ઈનર વ્‍હીલ ક્‍લબ ઓફ વાપીનાં ડીસ્‍ટ્રીકટ 306નાં ડિસ્‍ટ્રિક્‍ટ ચેરમેન ડો.તેજલબેન દેસાઈએ આજે ઑફિશિયલ વિઝિટ કરી હતી. જેમાં ક્‍લબના પ્રમુખ પ્રીતિ જે. દેસાઈ અને સેક્રેટરી રેખા ભંડારી ઉપસ્‍થિત રહી ક્‍લબના મેમ્‍બરો સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી. ડો.તેજલબેન દેસાઈ સાથે ક્‍લબનાં ચાલતા વિવિધ પ્રોજેક્‍ટો જેવા કે દત્તક લીધેલા ગામ અરનાલા તથા ભગિની સમાજ આશ્રમશાળાની મુલાકાત લીધી હતી તથા સે નોટુ પ્‍લાસ્‍ટિક પ્રોજેક્‍ટમાં પણ સામેલ થયા હતા. અરનાલા પ્રાથમિક શાળાને હેપી સ્‍કૂલ બનાવી તેનું ઉદ્ધાટન કર્યું હતું. હેપી સ્‍કૂલના અંતર્ગત આવતા તમામમાપદંડ પુરા કરવા ઈનર વ્‍હીલ ક્‍લબ ઈનર વ્‍હીલ ગાર્ડન ટોયલેટ બ્‍લોક, બેન્‍ચ તથા વિદ્યાર્થીઓને એજ્‍યુકેશન કીટ આપી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્‍થિતો આ ડો.તેજલબેન દેસાઈનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment