અતુલ સેકન્ડ ગેટમાં રહેતા કેશવભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે દર્શન
કરવા આવતા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: મૃત્યુ ક્યારે અને કેવી રીતે આવે તેની તિથિ કે સમય નક્કી નથી. કંઈક આજે મંગળવારે પારનેરા ડુંગર ઉપર મહાદેવજીના દર્શન બાદ શિવલીંગનો અભિષેક કરી રહેલા ભક્તને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડેલા અને વૈકુંઠધામ સિધાવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અતુલ સેકન્ડ ગેટ રહેતા કિશોરભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી દરરોજ સવારે પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરમાં આરતી-પુજા, દર્શન કરવા નિયમિત જતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ મહાદેવ દર્શન કરવા ગયા હતા. આરતી પુરી થયા બાદ તેઓ શિવલીંગને અભિષેક કરી રહ્યા હતા ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ત્યાંજ ઢળી પડયા હતા. ઉપસ્થિત ભક્તો પૈકી એકએ કિશોરભાઈને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ અફસોસ તેઓને બચાવી શકાયા નહોતા. ભક્તોનું ભગવાનના દ્વારા જ કાયમી મિલન સર્જાઈ ચૂક્યુંહતું. ઉપસ્થિત ભાવિકો સહિત પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.