June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી સ્‍થિત ગ્રીડ ખાતે નેશનલ નંબર 8 પર આવેલ નિરાલી હોસ્‍પિટલ કેન્‍સરની સારવાર માટે જાણીતી છે. 18/12/2023ને સોમવારના રોજ ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ ખાતે શરૂ થયો છે. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ પરિપૂર્ણ રીતે મોડર્ન અને એડવાન્‍સ ટેકનોલોજીથી ભરપૂર છે અને સંપૂર્ણ વર્ગને ઉપચાર કરવા માટે સક્ષમ છે. નિરાલી હોસ્‍પિટલે અપાર સમયમાં વિશ્વ સર્વોત્તમ ચિકિત્‍સા અને ઉપચારનું નામ કર્યું છે. ગાયનેકોલોજી એન્‍ડ ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સનો વિભાગ 24×7 ઉપલબ્‍ધ ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રીશિયન્‍સ ટીમ છે. નિરાલી હોસ્‍પિટલની ટીમમાં ડૉ. નીલમ સોલંકી અને ડૉ. જૂહી દેસાઇ અનુભવી ગાયનેકોલોજિસ્‍ટ અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ છે. બન્ને અભ્‍યાસુ ડોકટર દ્વારા ઉદ્ધાટન નિમિતે સરસ માહિતીસભર માહિતી આપવામાં આવી હતી. ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગમાં,સ્ત્રીઓના સંબંધિત બધા ઉપચારો, ડિલિવરી, લેપ્રોસ્‍કોપિક ગાયનેકોલોજી પ્રક્રિયાઓ, ટિકાકરણ સુવિધાઓ, ફત્‍ઘ્‍શ્‍ત અને ભ્‍ત્‍ઘ્‍શ્‍ત, અને બધા વિશેષજ્ઞતાઓ એક છત હેઠળ નિરાલી હોસ્‍પિટલના ઘ્‍ચ્‍બ્‍,કમાંડર જેલ્‍સન કાવલક્કટ, કહ્યું છે કે અમે શ્રેષ્ઠ ગુણવત્તામાં ઉચ્‍ચ માનમાં વધુ સારવાર પ્રદાન કરવામાં પ્રતિબદ્ધ છીએ. નવસારીની નિરાલી હોસ્‍પિટલમાં આયુષ્‍માન ભારત અને મા કાર્ડ યોજના સુવિધાઓ ટૂંકા સમયમાં ઉપલબ્‍ધ છે. નવા વિભાગના ઉદ્‌ઘાટન સમારોહમાં નવસારીની વિવિધ સંસ્‍થાની મહિલાઓ, પ્રતિષ્ઠિત ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્‍ત ઉપક્રમે ઈ વેસ્‍ટ કલેક્‍શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

vartmanpravah

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

Leave a Comment