July 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના કલેક્‍ટર નૈમેષ દવેએ સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લીધી

આ નગર આજના બાળકો અને યુવાનોને પ્રેરણા, પ્રોત્‍સાહન અને જ્ઞાન આપે છેઃ કલેકટર નૈમેષ દવે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડના તિથલ સ્‍વામિનારાયણ મંદિરની સ્‍થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે નિર્માણ કરાયેલા સ્‍વામિનારાયણ નગરની સ્‍કૂલના વિદ્યાર્થીઓ મુલાકાત લઈ રહ્યા છે. બીજા દિવસે વલસાડની 3 અલગ અલગ સ્‍કૂલના 1975થી વધારે વિદ્યાર્થીઓએ સવારથી 9:00 થી બપોર 3:00 સુધી લાભ લીધો હતો. જેમાં બીએપીએસ વિદ્યામંદિર અબ્રામા, પાણીખડક હાઈસ્‍કુલ અને વાઘદાવડા સ્‍કૂલના વિદ્યાર્થીઓને સૌપ્રથમ નગરની અંદર નાસ્‍તો કરાવી ત્‍યારબાદ અલગ અલગ શોમાં સ્‍કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સાથે નગરને મન ભરીને માણ્‍યું હતું. દરેક સ્‍કૂલ સ્‍ટાફ અનેવિદ્યાર્થીઓ જણાવ્‍યું કે, આ નગર ખૂબ જ સુંદર અને એના દરેક શો માણવા અને જાણવા જેવા છે એવો ખુશીના અનુભવો વ્‍યક્‍ત કર્યા હતા.
સાંજે વલસાડ જિલ્લાના કલેકટરશ્રી નૈમેષ દવેએ ઉદ્ધાટન બાદ બીજા દિવસે પરિવાર સાથે નગરની મુલાકાત લીધી હતી. તેમણે પ્રમુખસ્‍વામી મહારાજની પ્રતિમા પાસે વંદના કરી ચરણાવવિંદ પર પુષ્‍પો અર્પણ કર્યા હતા. આ સમયે બીએપીએસ વિદ્યામંદિરની મ્‍યુઝિકલ બેન્‍ડ અને પરેડે પણ અનેરૂ આકર્ષણ જમાવ્‍યું હતું. બી.એ.પી.એસ બાળમંડળના બાળકો કલેકટરશ્રીને અલગ અલગ શો જોવા માટે દોરી ગયા હતા. ત્‍યાં એમણે વ્‍યસન મુક્‍તિ પર આધારિત ચલો તોડ દઈએ, સંત પરમ હિતકારી અને બાળ નગરની અંદર બાલિકાઓ દ્વારા રજુ થતો લાઈવ શો ‘‘સી ઓફ સુવર્ણા” નિહાળ્‍યો હતો. આ શો જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. પોતાની ભાવ ઉર્મિઓ વ્‍યક્‍ત કરતા કલેકટરશ્રીએ જણાવ્‍યું કે, ખુબ જ સુંદર આયોજન છે. મેં ત્રણ શો જોયા. સુવર્ણા શો બાળકોને ખુબ પ્રેરણા આપે છે. એક મહિનાના ખુબ ટૂંકા ગાળામાં અદભૂત કોરિયોગ્રાફી અને ખુબ સુંદર પરફોર્મન્‍સ નાની નાની બાળકીઓએ કર્યું છે. આ શો આજના બાળકો અને યુવાનોને પ્રેરણા, પ્રોત્‍સાહન અને જ્ઞાન આપે છે. કોઈપણ વસ્‍તુને મેળવવી હશે તો મહેનત કરવી પડશે.જીવનમાં સફળતારૂપી મોતી મેળવવો હશે તો ઈશ્વર પર શ્રદ્ધા રાખવી પડશે.

Related posts

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા વાંસદા આઈ હોસ્‍પિટલમાં 41 નિઃશુલ્‍ક મોતિયા બિંદ ઓપરેશન કરાયા

vartmanpravah

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.25: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને દમણ ખાતે આવકારવા માટે મારવાડી સમાજે રાજસ્‍થાનના કલાકારોને પરંપરાગત નૃત્‍યો કાલબેલિયા, ઘૂમર અને ભાણવઈની શાનદાર પ્રસ્‍તુતિ કરી હતી. આ પ્રસંગે રંગારંગ પ્રસ્‍તુતિ આપી પ્રધાનમંત્રીશ્રીના શાનદાર સ્‍વાગત સાથે ઉપસ્‍થિત તમામને રોમાંચિત કરી દીધાં હતા. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના રોડ શોમાં કલાકાર શ્રી સુનીલ પરિહારની ટીમે રંગારંગ પ્રેઝન્‍ટેશન આપીને રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની રાહ જોઈ રહેલા લોકોનું ધ્‍યાન આકર્ષિત કર્યું હતું.

vartmanpravah

વાપી આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં વાર્ષિક રમોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment