Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

સગીર વયના ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મેળાપ થતા હર્ષના આંસુ છલકાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી તાલુકાના કીકરલા સડક ફળિયા ખાતે જલેશ્વર મંદિર પાસે રહેતા યુગ ઉમેશભાઈ ભંડારી ઉ.વ.13 રેટલાવ શાંતાબા હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કરતા હોય જેઓ બપોરના બે વાગે ઘરે પરત ફરી છે. આજરોજ સમય વિતી ગયા બાદ પણ યુગ ઘરે ન આવતાએમના માતા પિતાએ સ્‍કૂલ સહિત તમામ સ્‍થળે શોધખોળ કરવા છતાં યુગ મળી ના આવતા પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કર્યો હતો.
પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ પણ એક પિતા હોય માતા પિતાની વેદના સમજી તેઓએ તાત્‍કાલિક પારડી પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ તથા જિલ્લાના તમામ થાણા અમલદારો સહિત નવસારી, સુરત વલસાડ, વાપીના તમામ પોલીસ સ્‍ટેશન અને તમામ રેલ્‍વે સ્‍ટેશનએ પણ મેસેજ કરી અને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયામાં પણ ફોટાઓ મોકલી તાત્‍કાલિક તપાસ આદરી હતી. જેને લઈ ખુબ ટૂંકા ગાળામાં મયુર પટેલની મહેનત રંગ લાવતા સુરત રેલ્‍વે સ્‍ટેશનથી રેલ્‍વે પોલીસને યુગ મળી આવતા યુગના માતા પિતા તથા પારડી પોલીસ સ્‍ટેશનના આ.પો.કો. હસમુખ પરશુરામ સાથે જઈ યુગને લાવી તેમના માતા પિતાનું સુખદ મિલન કરાવતા સૌની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જે.પી.નડ્ડા સાથે સંઘપ્રદેશના વિવિધ મુદ્દાઓનીકરેલી ગહન ચર્ચા

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં સામાજીક સંસ્‍થાઓ પાઠય પુસ્‍તક બેંક કાર્યરત કરવા માટે આગળ આવે

vartmanpravah

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

vartmanpravah

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment