October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

પાવરગ્રીડ પ્રોજેક્‍ટનો ખેડૂતો દ્વારા વિરોધ આંદોલન ચાલતું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લામાં સરકારી પ્રોજેક્‍ટ માટે ઠેર ઠેર ખેડૂતો દ્વારા અનેક સ્‍થળોએ વિરોધ આંદોલન કરી નવા પ્રોજેક્‍ટ અટકાવવાના પ્રયાસ કે આંદોલન ચાલી રહ્યા છે તેવુ એક આંદોલન અને વિરોધ વલસાડ પાસે રોણવેલ ગામે નવીન પાવર પ્રોજેક્‍ટ માટે ખેડૂતોનું વિરોધ આંદોલન ચાલી રહ્યું હતું. પરંતુ આ આંદોલનને ધ્‍યાને લીધા સિવાયઆજે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે પાવર પ્રોજેક્‍ટની કામગીરી શરૂ કરાઈ હતી.
થોડા સમય પહેલા પણ પારડી ગોયમામાં સ્‍થાપિત થનાર પાવર પ્રોજેક્‍ટ માટે તેમજ બુલેટ ટ્રેન કે એક્‍સપ્રેસ હાઈવે માટે સ્‍થાનિકો દ્વારા વિરોધ આંદોલન થતા રહ્યા છે. બીજી તરફ સમાધાનના રસ્‍તા સાથે સરકારના પ્રોજેક્‍ટો આગળ વધી રહ્યા છે તેવો વિરોધ રોણવેલના સ્‍થાપિત થનારા નવા પાવર પ્રોજેક્‍ટ માટે પણ ખેડૂતો આંદોલન ચાલુ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેથી કોઈ અડચણ કે રુકાવટ ઉભઈ ના થાય તેવું ધ્‍યાને રાખી આજે રોણવેલમાં નવા પાવર પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ નવા પ્રોજેક્‍ટની કામગીરી શરૂ કરાઈ હતી. જોવુ એ રહ્યું કે, ખેડૂતો શું રૂખ અપનાવશે.

Related posts

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

દમણમાં જિલ્લા પ્રશાસને બીચ, જાહેર સ્‍થળો પર તપાસ આદરી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ, દારૂનું સેવન અને વેચાણ કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્‍યો દંડ

vartmanpravah

Leave a Comment