October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

તાલુકા પંચાયતનો લેટર બતાવી સરપંચોને સાથે રાખી કરતો હતો ચિટિંગ

પશુપાલક ખેડૂતોને 6,000 ની સબસીડી, ઘાસ કાપવાનુ મશીન, તથા અન્‍ય કીટ આપવાની આપી હતી લાલચ

અલગ અલગ ગામના ખેડૂત પશુપાલકો પાસેથી 3700, 7200 અને
12500 જેવી રકમ ઉઘરાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: છેલ્લા કેટલાક સમયથી પારડી તાલુકાના વિવિધ 11 જેટલા ગામોમાં તાલુકાપંચાયતનો લેટર સરપંચોને બતાવી સરપંચોને સાથે રાખી પશુપાલક ખેડૂતો પાસે શ્રી શ્‍યામ સેવા સમિતિમાંથી આવતો હોવાનું કહી પોતાનું નામ રાજ હોવાનું ખોટું નામ જણાવી (સાચું નામ કૈલાશ શર્મા) ઉજ્‍વલા નામનું કુદરતી ઘાસ ગાયને ખવડાવવાથી ગાયના દૂધ અને તેના ઉત્‍પાદનમાં સારો ફરક પડતો હોવાનું જણાવી આવું ઘાસ અમારી સમિતિ લગાવી આપશે અને એક મહિના સુધી દેખરેખ પણ રાખશે હોવાનું જણાવી આ ઘાસ માટે પશુપાલક ખેડૂતો પાસેથી અલગ અલગ ગામમાંથી 3700, 7200 અને 12,500 જેવી રકમ ઉઘરાવી હતી.
સાથે સાથે દરેક પશુપાલક ખેડૂતોને એક કીટ તથા ઘાસ કાપવાનુ કટર મશીન અને સરકાર તરફથી 6000 રૂપિયાની સબસીડી પણ મળશે હોવાની લાલચ આપી આશરે 8 થી 10 લાખ રૂપિયા ઉઘરાવી પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી પલાયન થઈ ગયો હતો.
આજે તારીખ 20-12-2023 અને બુધવારના રોજ આ જ ઈસમ કપરાડા તાલુકામાં ફરી ત્‍યાંના પશુપાલક ખેડૂતોને છેતરી રહ્યો હોવાની જાણ થતા પારડી તાલુકાના સરપંચો તથા અન્‍ય પશુપાલકો કપરાડા પહોંચી ત્‍યાંના ખેડૂતો અને પશુપાલકોનો સાથ સહકાર મેળવી રાજ ઉર્ફે કૈલાસ શર્માને પકડી પારડી પોલીસને હવાલે કર્યો હતો.

Related posts

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપે ઉચ્‍ચ સ્‍તરે કરેલી રજૂઆતના પરિણામે દીવ જિલ્લાના 4 સહિત 36 માછીમારોને 30મી એપ્રિલે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત કરાશે

vartmanpravah

Leave a Comment