October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

રૂા.40 કરોડના ખર્ચે નવનિર્મિત દેસરા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ તથા રૂા.33 કરોડના ખર્ચે નિર્માણ થનાર આવાસોનું ખાતમુહૂર્ત કરાયું

દેસરા રેલ્‍વે ઓવરબ્રિજથી બીલીમોરાના નગરપાલિકા અને ગ્રામ્‍ય વિસ્‍તારના
લોકોને ટ્રાફિકની સમસ્‍યાથી છૂટકારો મળશે સાથે સમયનો બચાવ થશેઃ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

‘‘સૌના સાથ, સૌના વિકાસ”ના સૂત્રને અનુસરી કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છેઃ સાંસદ સી.આર.પાટીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.24: ગુજરાત રાજ્‍યના નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ બીલીમોરા વિસ્‍તારમાં રૂા. 75 કરોડ અને ચીખલી વિસ્‍તારમાં રૂા. 8 કરોડ મળી કુલ રૂા. 83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પો ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું. નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્‍થિતિમાં માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા રૂા.40 કરોડના ખર્ચે નવનિર્મિત દેસરા ઓવર બ્રિજને પણ નાણામંત્રીશ્રીએ ખુલ્લો મૂકયો હતો. આ બ્રિજ સાકાર થવાથી બીલીમોરાના સ્‍થાનિક નાગરિકો, વાહનચાલકો અને ગ્રામ્‍યજનોને સરળ આવાગમનનો લાભ થશે.


બીલીમોરા નગરપાલિકાના દ્વારા નવનિર્મિત પાર્ટીપ્‍લોટ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, ગુજરાત રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના સુશાસનથી વિકાસકામો તેજગતિથી સાકાર થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ લોકોની સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશા આપી છે, ત્‍યારે આ સુશાસનના મોડેલથી આપણા નગરપાલિકાઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારોનું ડેવલપમેન્‍ટ વિકસિત ભારત તરફ જઈ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, આવનાર સમયમાં દેસરા રેલ્‍વે ઓવરબ્રિજથી દક્ષિણ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્‍યવસાય, વેપાર અને વાણિજ્‍યને વેગ મળશે સાથે બીલીમોરા નગરપાલિકા દ્વારા આવાસોના નિર્માણથી ગરીબ લોકોનું જીવનધોરણ ઊંચું આવશે.
નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલએ જણાવ્‍યું કે, દેશમાં રોડ-રસ્‍તા, વીજળી, પાણી, આવાસ અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના વિકાસને ગતિ મળી છે. દેશમાં આજે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગેરંટી થકી દરેક સમાજના લોકોનો સર્વાંગી થઈ રહ્યો છે જે વિકસિત ભારત તરફ વિકાસની ગતિનું સૂચક છે.
વહીવટીતંત્રના વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘‘સૌના સાથ, સૌના વિકાસ”ના સૂત્રને અનુસરી કેન્‍દ્ર અને રાજ્‍યસરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં નવસારીના લોકોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. નવનિર્મિત દેસરા રેલ્‍વે ઓવરબ્રિજ એ દક્ષિણ ગુજરાતના હજારો વાહનચાલકો માટે આવાગમન માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે એમ સાંસદશ્રી સી.આર.પાટીલે ઉમેર્યું હતું.
ગણદેવી ધારાસભ્‍યશ્રી નરેશભાઈ પટેલએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરતા જણાવ્‍યું કે, વર્ષોથી સ્‍થાનિક નાગરિકો જેની રાહ જોઈ રહ્યા હતા તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે. જનપ્રતિનિધિઓની માંગણી, રજૂઆતોનો સાનુકૂળ પ્રતિસાદ આપીને રાજ્‍ય સરકાર પણ પ્રોત્‍સાહક અનુદાન આપી રહી છે, જેના કારણે વિકાસના નિર્માણ જેવા અનેકવિધ પ્રકલ્‍પો પ્રગતિમાં છે એની વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્‍યશ્રી રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્‍પ લતા, પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સહિત મહાનુભાવો, અધિકારી કર્મચારીઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

નવસારીના સાંસદ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્‍થિતિ

નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્‍થિતમાં નાણા મંત્રીશ્રી કનુભાઈદેસાઈના હસ્‍તે રૂા. 39.66 કરોડના ખર્ચે દેસરા રેલ્‍વે ઓવરબ્રિજ અને રૂા. 1.56 કરોડના ખર્ચે બીલીમોરા નગરપાલિકા પાર્ટી પ્‍લોટ પ્રકલ્‍પોનું લોકાર્પણ તથા બીલીમોરા નગરપાલિકા દ્વારા રૂા. 33.49 ખર્ચે નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના ફલેટ તથા ચીખલી વિસ્‍તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પીપલગભાણ-મોગરાવાડી રોડ પર રૂા. 8.75 કરોડના ખર્ચે નિર્માણ થનાર મેજર બ્રીજનું ખાતમુહૂર્ત મળી કુલ 83 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

Leave a Comment