October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ટ્રકે કારને ટક્કર મારતા કાર હાઈવેની ગ્રીલ તોડી સોસાયટીમાં ઘુસી

એક્‍સાઈઝની પરમીટ સાથે બિયરનો જથ્‍થો ભરી નીકળેલી ટ્રકનો ચાલક ટ્રક છોડી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડી નેશનલ હાઈવે નંબર 48 પરથી શુક્રવારના સાંજે સુરત તરફ જતી ક્‍વિડ કાર નંબરજીજે-21-બીસી-1936ને પારડી પ્રિન્‍સેસ પાર્ક સામે ટ્રક નંબર એમએચ-18-બીજી-0404 એ જોરદાર ટક્કર મારતા કાર હાઈવે ગ્રીલમાં જોરદાર ભટકાઈ હતી અને હાઈવેની લોખંડની ગ્રીલ તોડી કાર સર્વિસ રોડ કૂદાવી પ્રિન્‍સેસ પાર્ક આગળથી પસાર થતાં સર્વિસ રોડ પર ધસી અટકી ગઈ હતી. જોકે આ અકસ્‍માત સમયે જ સર્વિસ રોડથી જતી મોપેડ પણ માંડ માંડ અડફેટમાં આવતા બચી હતી. જોકે કારને અકસ્‍માતમાં ભારે નુકશાન પહોંચ્‍યું હતું અને તેમાં સવાર ભાવેશભાઈ બાલુભાઈ પટેલ રહે.બીલીમોરા દેશરા તેમજ તેમના પરિવારના પાંચ સભ્‍યોનો બચાવ થયો હતો. જોકે અકસ્‍માત બાદ ટ્રક ચાલક ઘટના સ્‍થળે ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે આ ટ્રકમાં બીયરનો જથ્‍થો ભર્યો હોવાનું બહાર આવ્‍યું હતું પરંતુ જે ટ્રક એક્‍સાઈઝની પરમીટ સાથે નીકળી હોવાની પણ વિગતો બહાર આવી હતી. ટ્રકમાં દારૂનો જથ્‍થો પરમીટ સાથે નીકળતો હોય ત્‍યારે નિયમ મુજબ પોલીસ એસ્‍કોર્ટ પણ કરતી હોય છે. ત્‍યારે અકસ્‍માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થયો હતો અને એસ્‍કોર્ટ કરતી પોલીસ પણ ઘટના સ્‍થળે જોવા ન મળતા અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્‍યા હતા. જોકે કાર સવારો પારડી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચતા બીયર ભરેલી ટ્રકનો એસ્‍કોર્ટ કરતી પોલીસ પણ મોડે મોડે પહોંચી હતી. અને પોલીસ મથકે પરમિટનોબિયરનો જથ્‍થો હોવાના કાગડિયાઓ રજૂ કર્યા હતા.

Related posts

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

vartmanpravah

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

vartmanpravah

Leave a Comment