Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ચોરાટાઓ બેફામ બની જતા હોય છે. હાલે શનિવારના રોજ જ ચીખલીના સુંઠવાડ ગામે ગેરેજમાં રીપેર કરવા મુકેલ એક મોટર સાયકલની ઉઠાંતરી થવા પામી હતી. જ્‍યારે રવિવારની વહેલી સવારના સમયે ચીખલીના રાનકુવા ખાતે આવેલ શિવ દર્શન સોસાયટી અને શિવ શક્‍તિ સોસાયટીમાં ચોરટાઓ વહેલી સવારના સમયે 3 વાગ્‍યાના આસપાસ દેખાતા જે અંગેનો એક સીસીટીવી વિડીયો વાયરલ થવા પામ્‍યો હતો. જેમાં ચાર જેટલા ચોરટાઓ દેખાઈ રહ્યા છે. રાનકુવા શિવ દર્શન સોસાયટી ખાતે રહેતા રિતેશ રમણભાઈ લાડના ઘરનો આગળનો નકુચો કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરે એ પહેલાં જ આજુબાજુના ઘરના માણસો જાગી જતા ચોરટાઓએ ત્‍યાંથી નાસી જવું પડ્‍યું હતું. જોકે જતા જતા સોસાયટીના કેટલાક ઘરોમાં આગળનો દરવાજો પણ લોક કરી ગયા હતા. બનાવને પગલે સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્‍થળ ઉપર આવે એ પહેલાં જ ચોરટાઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જોકે રવિવારની મોડી સાંજ સુધીપોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી.
ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી, ઘરફોડ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્‍યારે પોલીસ તંત્ર દ્વારા પણ ચોરીની ઘટનાઓ બાબતે સજાગતા દાખવવામાં આવે અને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી છે.

Related posts

વલસાડ આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો, ધરમપુર-કપરાડાના ૧૨ પુરૂષની નસબંધી કરાઈ

vartmanpravah

ચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્‍થાનિકોમાં ભભૂકેલો રોષ

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતે રોંગ સાઈડથી પુરપાટ ઝડપે આવતી મિનિબસની અડફેટે આશાસ્‍પદ નવયુવાનનું મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

vartmanpravah

Leave a Comment