December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

સેલવાસના આલોકકુમાર વિરૂધ્‍ધ નોંધાયેલ ફરિયાદ બાદ ધરપકડ થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપીની ઈન્‍ડિયન બેંકમાં આસિસ્‍ટન મેનેજરને એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપાઈ હતી તે દરમિયાન અલગ અલગ સમયે એ.ટી.એમ.માંથી રૂપિયા 15.26 લાખની ઉચાપત કર્યાનું તપાસમાં બહાર આવતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સેલવાસમાં રહેતો આ લોકકુમાર સિંહ વાપી ઈન્‍ડિયન બેંકમાં આસિસ્‍ટન મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. બેંકએ એ.ટી.એમ.ની સંભાળ રાખવાની ફરજ સોંપી હતી. તેમજ પાસવર્ડ પણ તેને આપવામાં આવ્‍યા હતા. થોડા સમય બાદ બેંક મેનેજર દિલીપકુમાર મિશ્રાએ એ.ટી.એમ.નો હિસાબ ચેક કરતા બરાબર જણાયેલો નહી તેથી બેંકના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવ્‍યા હતા. તેમાં આલોક કુમાર એ.ટી.એમ.માંથી પૈસા કાઢતો જણાયેલ તેથી મેનેજરએ હિસાબ કરતા કેશમાંથી રૂા.15.26 ની ઉચાપત થયેલી જણાતા મેનેજરે ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી આલોકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી ડુંગરા ફલેટમાં રેડ કરી એસ.ઓ.જી.એ યુપીના એક ઈસમને બે પિસ્‍તોલ સાથે ઝડપી પાડયો

vartmanpravah

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

vartmanpravah

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment