વાપીના ખાન પરિવારનો ભિલાડથી ગૂમ થયેલ 8 વર્ષિય બાળકને પોલીસે ડ્રોનની મદદથી સી.ઈ.પી. પાસે ઝાડીમાંથી શોધી કઢાયું
અર્ધ બેભાન હાલતમાં અફાફ આદિલ શેખ મળી આવ્યો : હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: વાપી ઝંડાચોકમાં રહેતા ખાન પરિવાર મંગળવારે ભિલાડ લગ્ન સમારંભમાં ગયો હતો. ત્યારે રાત્રે 9 વાગ્યાના સુમારે 8 વર્ષિય બાળક અચાનક ગુમ થતા પરિવાર સહિત લગ્ન સમારંભમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસને જાણ કરાયા બાદ પોલીસે 39 કલાક બાદ ડ્રોનની મદદથી બાળકને વાપી સી.ઈ.ટી.પી. પ્લાન નજીક એક કંપની પાસે અર્ધબેભાન સ્થિતિમાં શોધી કાઢયું હતું. બાળકને સારવાર માટે હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળક સ્વસ્થ થશેત ્યારે સમગ્ર ઘટનાની વિગતો બહાર આવશે.
ખાન પરિવારનો 8 વર્ષિય અફાફ આદિલ શેખ મંગળવારે મમ્મી-પપ્પા અને પરિવાર સાથે ભિલાડમાં મામા ઘરે લગ્ન પ્રસંગમાં ગયોહતો. ત્યાંથી રાત્રે 9 વાગ્યાના સુમારે અફાફ અચાનક ગુમ થયો હતો. ખુબ શોધ ખોળના અંતે નહી મળી આવતા પોલીસે ભિલાડ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાની નોંધ લઈ જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, ડી.વાય., એસ.પી. બી.એન. દવે, વાપી ટાઉન-જીઆઈડીસીના પી.આઈ. સહિત મોટો પોલીસ કાફલો તપાસમાં લાગી ગયો હતો. ખુબ મહેનતે ડ્રોનની મદદ બાદ બાળકને સી.ઈ.ટી.પી. પ્લાન્ટ દમણગંગા કિનારે ઝાડીમાં અર્ધબેભાન હાલતમાં શોધી કાઢી પોલીસે મોટી સફળતા મેળવી હતી. અફાફને હરિયા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવ્યો છે. સ્વસ્થતા બાદ તબીબોની રજા પછી પૂછપરછ હાથ ધરાશે ત્યારે સાચી વિગતો બહાર આવશે.