October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.08: કોરોમંડલ ઈન્‍ટરનેશનલ લિમિટેડ (સીઆઈએલ)ના બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સે આજે કોરોમંડલ ઈન્‍ટરનેશનલ લિમિટેડના ન્‍યુટ્રિઅન્‍ટ બિઝનેસના એક્‍ઝિકયુટિવ ડાયરેક્‍ટર એસ. શંકરસુબ્રમણ્‍યનની 07 ઓગસ્‍ટ, 2024થી મેનેજિંગ ડિરેક્‍ટર અને ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂંક કર્યાંની જાહેરાત કરી છે.
શંકરસુબ્રમણ્‍યન બહોળો અનુભવ ધરાવે છે તથા ચીફ ફાઈનાન્‍સ ઓફિસર અને બિઝનેસ હેડ તરીકેનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્‍સ ગ્રેજ્‍યુએટ છે તેમજ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ કોસ્‍ટ એન્‍ડ મેનેજમેન્‍ટ એકાઉન્‍ટન્‍ટ્‍સ ઓફ ઈન્‍ડિયાના સદસ્‍ય છે. તેમણે વર્ષ 2009માં હાર્વર્ડ બિઝનેસ સ્‍કૂલમાંથી એડવાન્‍સ્‍ડ મેનેજમેન્‍ટ પ્રોગ્રામ (એએમપી) પૂર્ણકર્યો હતો.
મુરુગપ્‍પા સમૂહ સાથે તેઓ વર્ષ 1993થી જોડાયેલા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ઈ.આઈ.ડી. પેરી (ઈન્‍ડિયા) લિમિટેડમાં કોર્પોરેટ ફાઈનાન્‍સમાં શરૂ કરી હતી, જ્‍યાં તેમણે વિવિધ ભૂમિકામાં પ્રગતિ કરી હતી અને ત્‍યારબાદ વર્ષ 2003માં કોરોમંડલ ઈન્‍ટરનેશનલ સાથે જોડાયા હતાં.
ન્‍યુટ્રિઅન્‍ટ સેગમેન્‍ટના બિઝનેસ હેડ તરીકેના તેમના કાર્યકાળમાં કોરોમંડલે ઈન્‍ડસ્‍ટ્રીમાં પોતાની ઉપસ્‍થિતિને મજબૂત કરી છે અને નફાકારકતા વધી છે તથા નેનો ટેકનોલોજી અને ડ્રોન સ્‍પ્રેઇંગ સર્વિસિસ સહિતની નવી પ્રોડક્‍ટ પોર્ટફોલિયોમાં વિવિધતા ઉપરાંત માઈનિંગ કામગીરીમાં પ્રવેશ કર્યો છે. તેઓ કંપનીની કેટલીક પેટા કંપનીઓની સાથે-સાથે ફર્ટિલાઈઝર એસોસિએશન ઓફ ઈન્‍ડિયા, ટયુનિશિયન ઈન્‍ડિયન ફર્ટિલાઇઝર એસ.એ., ટયુનિશિયા અને ફોસ્‍કોર (પ્રાઈવેટ) લિમિટેડ, સાઉથ આફ્રિકાના બોર્ડમાં પણ કાર્યરત છે.

Related posts

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

દમણઃ કચીગામમાં ક્‍લાસીક્‍ ઇન્‍ડસ્‍ટ્રીઝપાસે ચલા વિસ્‍તારમાં રહેતા રિક્ષા ઉપર જીવંત વીજ તાર તૂટી રિક્ષા ચાલક હરીશભાઈ હળપતિનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓએ કોરોના દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર લાંબા સમયથી ન ચૂકવાતા કર્મચારીઓમાં જોવા મળેલી નારાજગી

vartmanpravah

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment