Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના લોકોનીઆશા-આકાંક્ષામાં પણ આવેલું પરિવર્તનઃ વિકાસ કોને કહેવાય અને વિકાસ કરવા કોણ સમર્થ તેની પણ પ્રજાજનોને પડેલી સમજ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પાસે અનેક ક્ષેત્રે રાષ્‍ટ્રનું નેતૃત્‍વ કરી શકવાની પણ ક્ષમતા

ભારત સકારની નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલે 2021ના ડિસેમ્‍બર મહિનાની આખરમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત લીધી હતી. તે વખતે તેમણે કહ્યું હતું કે, રાષ્‍ટ્રમાં મોડેલ તરીકે પ્રસ્‍તુત કરવા માટે આ સંઘપ્રદેશ પાસે અનેક તકો પડેલી છે. આ વાતને લગભગ બે વર્ષ પૂર્ણ થયા છે, ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાષ્‍ટ્ર માટે મોડેલ બની ગયું હોવાનું ગૌરવપૂર્વક કહી શકવા માટે અનેક પ્રકલ્‍પો અને કારણો છે.
2014 સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવની રાષ્‍ટ્રીય સ્‍તરે કોઈ નોંધ નહીં લેવાતી હતી. તેની સામે આજે પヘમિ ભારતના એક નવા ગોવા તરીકે દીવ અને દમણની ગણના થવા લાગી છે. એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ અને સૈનિક સ્‍કૂલ દાદરા નગર હવેલીની રાષ્‍ટ્રીય ઓળખને ચાર ચાંદ લગાવી રહી છે. સાયલીનું વર્લ્‍ડ ક્‍લાસ ક્રિકેટ ગ્રાઉન્‍ડ અને સ્‍ટેડિયમ તથા અદ્યતન નમો મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્‍ટર દેશના સમૃદ્ધ પ્રદેશો માટે પણ દૃષ્‍ટાંતરૂપ છે. દમણના બીચ રોડ તથા દીવના બ્‍લ્‍યુ ફલેગ બીચ અને આગામીતા.04 જાન્‍યુઆરીથી યોજાનાર બીચ ગેમ્‍સ પણ સમગ્ર રાષ્‍ટ્રનું ધ્‍યાન આકર્ષિત કરી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી અમીદૃષ્‍ટિ આ ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ ઉપર છે. કેન્‍દ્ર સરકાર સાથે કામ લેવામાં મહારથ ધરાવતા અને પ્રદેશની જરૂરિયાતને સમજતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ બિરાજમાન છે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ અનેક ક્ષેત્રે રાષ્‍ટ્રનું નેતૃત્‍વ કરી શકવાની પણ ક્ષમતા ધરાવે છે.
સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા આઠ વર્ષમાં શિક્ષણ અને સંસ્‍કારના ઘડતર માટે ઉઠાવેલી જહેમતનું પરિણામ પણ હવે મળી રહ્યું છે. પ્રદેશમાં શિક્ષણ અને સંસ્‍કારમાં થયેલા ઘડતરથી નવી નેતૃત્‍વ શક્‍તિનો પરિચય પણ પ્રદેશને થઈ રહ્યો છે. પ્રદેશના લોકોની આશા-આકાંક્ષાઓ પણ બદલાઈ છે. રોડ, લાઈટ અને પાણી સુધીની મર્યાદિત વિચારધારાનો પણ અંત આવ્‍યો છે અને વિકાસ કોને કહેવાય અને વિકાસ કરી શકવા માટે કોણ સમર્થ છે તેની સમજ પણ પ્રજાજનોને પડી રહી છે.

સોમવારનું સત્‍ય

ડેલકર પરિવારની પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથેની મુલાકાત બાદ વિવિધ અખબારી અહેવાલો પ્રમાણે તેઓ ફરી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે દ્રોહ કરી ભાજપની કંઠી બાંધશે. જો કે, હાલમાં ડેલકર પરિવારના કબ્‍જામાં સેલવાસ નગરપાલિકા કે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પણનથી. 34 વર્ષ બાદ પહેલી વખત લોકસભાની ચૂંટણી સમયે દાનહની બે સ્‍થાનિક સ્‍વરાજ્‍ય પૈકીની કોઈપણ સંસ્‍થામાં તેમનો કબ્‍જો નથી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નો દાદરા નગર હવેલીમાં પાયો મજબૂત કરવા પણ પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી અભિનવ ડેલકર સક્રિય નથી રહ્યા. ડેલકર પરિવારનું પોતાનું સંગઠન પણ લગભગ હાલક ડોલક હોવાનું કહેવાય છે. ત્‍યારે તેમની પાસે ભાજપના શરણે જવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ નહીં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. હવે જેમ જેમ દિવસો નજીક આવતા જશે તેમ તેમ પોત પણ પ્રકાશતું જશે.

Related posts

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment