દૂધની નવપાડાથી કરચોન ત્રણ રસ્તા સુધી રસ્તા પર કાદવ-કીચડના કારણે વાહનો બેથી ત્રણ કલાક સુધી અટવાયા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન સાથે બરફના કરા સાથે વરસાદી ઝાપટા પડયા હતા તો કેટલાક વિસ્તારોમાં ઝાડો પડી ગયા હતા.લગ્નમંડપ પણ ઉડી ગયા હતા અને ખાનવેલ-ખુંટલી રોડ જે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યુ છે જે અધૂરું હોવાને કારણે અને માટી નાખેલ હોવાને કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તાની હાલત બદતર થઇ ગઈ છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે. આ રસ્તાનો ઉપયોગ કપરાડા તાલુકાના કેટલાક ગામના લોકો પણ નોકરી પર આવવા જવા ઉપયોગ કરે છે અને દૂધની ગામે આવતા પ્રવાસીઓના વાહનો પણ અટવાયા હતા. દૂધની નવપાડાથી કરચોન ત્રણ રસ્તા સુધી પણ રસ્તા પર કાદવ-કીચડના કારણે વાહનો બેથી ત્રણ કલાક સુધી ફસાઈ જતા અટવાયા હતા.