Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરાતા જમીનદારો સામે આવેલી તવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : દાદરા નગર હવેલીમાં સાડા સાત હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને તેમની જમીનને ‘લેન્‍ડ ઈન એક્‍સેસ ઓફ સિલિંગ લિમિટ એક્‍ટ’માં સામેલ કરી પ્રારંભિક ધોરણે સાત જેટલા ખેડૂતોને હિયરીંગ માટે નોટિસ ફટકારવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં ઔદ્યોગિકરણનો લાભ લેવા માટે કેટલાક રાજકારણી લેન્‍ડમાફિયાઓએ ગરીબ આદિવાસીઓની જમીન પાણીના ભાવમાં પડાવી લીધી હતી. પરંતુ હાલમાં મોદી સરકારના વહીવટમાં સિલિંગ એક્‍ટને જીવંત કરતા પ્રથમ તબક્કામાં 7 જેટલા ખેડૂતોને સિલિંગ લિમિટ કરતા વધુ જમીન હોવાથી હિયરીંગ માટેની નોટિસ ફટકારવામાં આવી છે.
દાદરા નગર હવેલીમાં સિલિંગ લિમિટહેઠળ આવેલા ખેડૂતોમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. શ્રીમતી કલાબેન ડેલકર પાસે હાલમાં 16.8968 હેક્‍ટર જમીન છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 9.3968 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે અને પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ ગોમાનભાઈ પટેલ પાસે 9.0469 હેક્‍ટર જમીન આવેલી છે. જે પૈકીની સિલિંગ એક્‍ટ હેઠળ 1.546 હેક્‍ટર જમીન વધારાની હોવાનું જણાવાયું છે.
સિલિંગ એક્‍ટ હેઠળ હિયરીંગ માટે બોલાવાયેલા અન્‍ય ખેડૂતોમાં (1)રીટાબેન નરેશભાઈ ડેલકર પાસે 9.1329 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 1.6329 જમીન (2)શ્રી કલ્‍પેશકુમાર તખતસિંહ પરમાર પાસે 9.7399 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 2.2399 હેક્‍ટર (3)શ્રી દાઉદ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે. સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર અને (4)શ્રી ઈસ્‍માઈલ મહમદ પાસે 11.0669 હેક્‍ટર જમીન છે અને સિલિંગ એક્‍ટ હેઠળ 3.5669 હેક્‍ટર જમીન હોવાનું જણાવી હિયરીંગ માટે બોલાવાયા છે.
સંઘપ્રદેશ પ્રશાસને સિલિંગ એક્‍ટના અમલ માટે બતાવેલી તત્‍પરતાથી ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લેનારા રાજકારણી અને લેન્‍ડ માફિયાઓમાં ફફડાટ પેસી ગયો છે.

Related posts

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

vartmanpravah

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા ‘‘વિશ્વ આદિવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઈવ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્‍ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

Leave a Comment