Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી જીવદયા ગ્રુપે લીલવણ નામના સુંદર દેખાતા સાપનું રેસ્‍કયુ કરી ઉગાર્યો

ફોરેસ્‍ટ ખાતાનાજણાવી જંગલ વિસ્‍તારમાં છોડવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડીના મહેતા હોસ્‍પિટલ પાછળ આવેલ મનનભાઈ પરમારના ઘરની બાજુમાં લિલવણ નામનો સુંદર દેખાતા ગ્રીન કલરના સાપ નજરે આવતા તેમણે જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અન્‍સારીને જાણ કરતા તેમણે પોતાના ગ્રુપના યાસીન ભાઈને કરતા તેઓ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને અહીં લીલવણ તરીકે ઓળખાતા અને ખૂબ ઓછું ઝેરી ગણાતા સાપનું રેસ્‍કયુ કરી સહી સલામત રીતે પકડી ફોરેસ્‍ટ ખાતાની સૂચના અનુસાર જંગલ વિસ્‍તારમાં છોડી દેવામાં આવ્‍યો હતો.
જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારીએ જણાવ્‍યું હતું કે, નગરમાં તથા આસપાસના વિસ્‍તારમાં આવા ઝેરી કે બિનઝેરી કોઈ પણ સાપને મારી ન નાખતા અમારા જીવદયા ગ્રુપના મોબાઈલ નંબર 9825179536 પર જાણ કરો જેથી અમારા ગ્રુપના સભ્‍યો સમયસર પહોંચી આવા અબોલ અને નિર્દોર્સ સરીસૃપોને બચાવી ફરીથી એમના જંગલમાં છોડી જીવનદાન આપી શકાય.

Related posts

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપી ચાણોદ કોલોની મહાકાળી મંદિરે વસંત પંચમીએ સરસ્‍વતી પૂજાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

દાનહના નરોલી ખાતે 300 વર્ષ જૂના સતી માતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

Leave a Comment