December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર 31 ડિસેમ્‍બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું

બ્રેથ એનેલાઈઝર મશીનથી ટુવ્‍હિલર અને કાર ચાલકોને તપાસાયા :
કોમર્શિયલ વ્‍હિકલનું ચેકીંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: આજે રવિવારે થર્ટી ફર્સ્‍ટની ઉજવણી અને પાર્ટીઓ કરી નવા વર્ષને સત્‍કારવાનો મહિમા બેસુમાર છવાયેલો હોવાથી મદિરા શોખીનોની દોટ દમણ ભણી જોવા મળી હતી. બીજી તરફ દમણમાંથી બહાર નિકળતી તમામ ચેકપોસ્‍ટ ઉપર વલસાડ જિલ્લા પોલીસની બાજ નજર અને ચેકીંગ આખી રાત ચાલું રહ્યું હતું.
દમણમાં 31 ડિસેમ્‍બરની ચરમસીમા ઉપર ચાલી રહી હતી. તમામ હોટલો, બારો અને રેસ્‍ટોરન્‍ટોમાં ચિક્કાર ભીડ જોવા મળી હતી. રોશની અને ડેકોરેશનથી સજાવેલ હોટલ, બાર ટુરિસ્‍ટ અનેમદિરાપાન કરતા શોખીનોનું આકર્ષણ જોવા મળી રહ્યું હતું. કીડીયાઘર જેવો માહોલ દમણમાં છવાયેલો હતો. પોતપોતાની પાર્ટી દારૂની મહેફીલ માણી પરત ગુજરાતમાં પ્રવેશતા લોકોનું પોલીસ સઘન ચેકીંગ કરી રહી હતી. ટુવ્‍હિલર સહિત તમામ કાર, કોમર્શિયલ વ્‍હિકલનું ચેકીંગ સાથે બ્રેથ એનેલાઈઝર મશીનથી પોલીસ ચેકીંગ કરી રહી હતી. કોઈપણ વાહન તપાસ વગર પાસ નહોતુ થતું. પોલીસ કાર્યવાહી રાતભર ચાલી હતી. જેમાં કેટલા દંડાયા અને કેટલા પકડાયા તેનું સરવૈયું સોમવારે સવારે બહાર આવી જશે. જો કે આ વખતે લોકો વધુ સજાગ અને જાગૃત બની ગયાનું પણ જોવા મળી રહ્યું હતું.

Related posts

દીવ જિલ્લા યુવા ભાજપ દ્વારા પંજાબની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભવ્‍ય મશાલ રેલી યોજાઈ

vartmanpravah

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડમાં 28મા આંતરરાષ્‍ટ્રિય આદિવાસી દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment