April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ નોટીફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકેની જવાબદારી કૌશિક પટેલના શિરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: આજરોજ વાપી ખાતે સરીગામ નોટિફાઈડ ગવર્નર બોડી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યોની મળેલી બેઠકમાં ચેરમેન તરીકે શ્રી કૌશિકભાઈ પટેલની સર્વાનું મતે પસંદગીકરવામાં આવી છે. એસ.આઈ.એ.માં નજીકના ભૂતકાળમાં સેક્રેટરી તરીકેની સફળ અને મહત્‍વની કામગીરી નિભાવનાર શ્રી કૌશિકભાઈ પટેલને અધ્‍યક્ષ તરીકેની જવાબદારી સોંપવા માટે એસઆઈએના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલીએ મુકેલી દરખાસ્‍તમાં શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રી સજ્જનભાઈ મોરારકા સહિત બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના તમામ સભ્‍યોએ ટેકો જાહેર કરી સહમતી આપતા મહત્‍વના હોદ્દા બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન તરીકે શ્રી કૌશિકભાઈ પટેલની એક વર્ષના સમયગાળા માટે નિયુક્‍તિ થવા પામી છે. શ્રી કૌશિકભાઈ પટેલ હાલમાં વાપી નગરપાલિકામાં કાઉન્‍સિલર અને પાણી સમિતિના ચેરમેન તરીકે સફળ કામગીરી બજાવી રહ્યા છે. શ્રી કૌશિકભાઈ પટેલમાં રહેલો વહીવટી જ્ઞાન અને અનુભવનો લાભ સરીગામ નોટિફાઈડ વિસ્‍તારને અવશ્‍ય મળશે એવું અંદાજવામાં આવી રહ્યું છે.
સરીગામ જીઆઈડીસીમાં સોલિડ વેસ્‍ટ અને ડોમિશિયલ વેસ્‍ટ માટે લેન્‍ડ રિક્‍વાયરમેન્‍ટની પડતર સમસ્‍યા છે. તેમજ બાયપાસ માર્ગ અને આંતરિક માર્ગોની બનેલી ખખડધજ હાલત, આ ઉપરાંત આંતરિક રસ્‍તાઓ પર થતા વાહન પાર્કિંગના કારણે સર્જાયેલી અરાજકતા સહિતના મુદ્દે ધ્‍યાન આપવામાં આવશે એવું અંદાજવામાં આવી રહ્યું છે. આજની બેઠકમાં ગવર્નિંગ બોડીના સરકારના પ્રતિનિધિ તરીકે જીઆઈડીસીવિભાગના સુપ્રિટેન્‍ડેન્‍ટ એન્‍જિનિયર શ્રી એ.સી. પટેલ, જીઆઈડીસી વાપી રિજનલ મેનેજર શ્રી પંકજ આચાર્ય, અને સરીગામ નોટીફાઈડ ચીફ ઓફિસર શ્રી મહેશભાઈ કોઠારી હાજર હતા.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

વલસાડમાં બે સ્‍થળોએ આખલાઓનોઆતંક: વૃધ્‍ધને હવામાં ફંગાળતા સારવારમાં ખસેડાયા

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

વાપીના ભડકમોરામાં શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર અને નિઃશુલ્‍ક ચેકીંગ કેમ્‍પ યોજાયો: પ્રતિવર્ષની જેમ બાળા સાહેબના જન્‍મ દિન નિમિત્તે શિવસેના દ્વારા કરાયેલુ આયોજન

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

Leave a Comment