October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ વાપીની મુલાકાતે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
– સંજય તાડા દ્વારા
વાપી, તા.01: ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્‍સર હોસ્‍પિટલના ભૂમિદાન માટે સંકલ્‍પબદ્ધ કરવાના શુભ આશયસાથે શ્રી નરેશભાઈ પટેલ વિવિધ સ્‍થળનો પ્રવાસ કરી રહ્યા છે. ત્‍યારે શ્રી નરેશભાઈ પટેલ હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓએ વલસાડ જિલ્લાના વાપીનો પ્રવાસ કર્યો હતો. વાપીમાં શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્‍યાં લોકોએ ઉપસ્‍થિત રહીને શ્રી નરેશભાઈ પટેલનું ભવ્‍ય સ્‍વાગત-સન્‍માન કર્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્‍સર હોસ્‍પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને કેન્‍સર હોસ્‍પિટલના ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્‍થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

Related posts

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના ભામટી ગામ ખાતે યોજાઈ ચૌપાલ: નીતિ-નિયમોના પાલનની બાબતોમાં ભામટી માહ્યાવંશી ફળિયાની પ્રશંસા કરતા બીડીઓ પ્રેમજીભાઈ મકવાણા

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પરિવર્તન-ડ્રાઈવ’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment