July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા

32 ચેકપોસ્‍ટ ઉપર બે ડી.વાય.એસ.પી., 14 પીઆઈ., 35 પી.એસ.આઈ. અને 350 પોલીસ જવાનોનો કાફલો ખડકાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લા પોલીસે નાતાલ બાદ સમગ્ર જિલ્લાની બોર્ડર, ચેકપોસ્‍ટ ઉપર થર્ટી ફર્સ્‍ટને ધ્‍યાને લઈ જબરજસ્‍થ ચાર દિવસની ડ્રાઈવ ચલાવી હતી. જેમાં કુલ 911 ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવ અને પીધેલાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ વાઘેલાએ આજે મીડિયાને આપેલી માહિતી અનુસાર થર્ટી ફર્સ્‍ટ અને નાતાલની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાના ભાગ રૂપે પોલીસે તા.28 માર્ચથી 31 માર્ચ સુધી તમામ ચેકપોસ્‍ટ ઉપરમેગા પોલીસ ડ્રાઈવર ચલાવી હતી. આ ડ્રાઈવ બે ડી.વાય.એસ.પી., 14 પી.આઈ., 35 પી.એસ.આઈ. તેમજ 350 પોલીસ અને જી.આર.ડી. જવાનો ડયુટી ઉપર રાઉન્‍ડ ક્‍લોક તહેનાત કરાયા હતા. આ ડ્રાઈવ 911 જેટલા પીધેલા અને ડ્રીન્‍ક એન્‍ડ ડ્રાઈવમાં ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 1490 જેટલા કેસ થયા હતા. તેની સામે આ વર્ષે આંકડો ઘટયો છે. પોલીસનો મીડિયા માધ્‍યમથી ચલાવાયેલ પ્રચાર-પ્રસારની અસર જોવા મળી હતી. તેમજ લોકો પણ સતર્ક બની થર્ટી ફર્સ્‍ટમાં દમણ જવાનું ટાળ્‍યું હતું.

Related posts

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

vartmanpravah

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ ‘‘સંગઠન પર્વ 2024” ના ચૂંટણી અધિકારી તરીકે સુરત ભાજપના આગેવાન રાજેશભાઈ દેસાઈની નિમણૂક કરાઈ

vartmanpravah

Leave a Comment