October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.13: ચીખલી તાલુકા સહિત વાંસદા તાલુકામાં સાંજે ચાર વાગ્‍યા બાદ કાળા દિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના છેવાડાના સારવણી, ફડવેલ, રાનકુવા, રાનવેરી ખુર્ડ, રાનવેરી કલ્લા, રૂમલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના કેરી અને ડાંગરના પાકને નુકશાન થવા પામ્‍યું છે. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવા પામતા જેને પગલે જગતનો તાત ચિંતાતુર બનવા પામ્‍યો હતો.
હવામાન વિભાગ દ્વારા ચીખલી તાલુકા સહિત નવસારી જિલ્લામાં તા.11 થી 16 મે દરમ્‍યાન વરસાદની આગાહી વચ્‍ચે સોમવારના રોજ સાંજે ચાર વાગ્‍યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો. અને કાળા દિબાંગ વાદળો છવાઈ જવા સાથે વીજળીના કડાકા ભડાકા અને તેજ ગતિના પવન સાથે તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના સારવણી અને ફડવેલ ગામે વરસાદની સાથે બરફના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાવા પામ્‍યું હતું. આ ઉપરાંત તાલુકાના સુરખાઈ,રાનવેરી કલ્લા, રાનવેરી ખુર્ડ, રાનકુવા, રૂમલા સહિતના વિસ્‍તારોમાં કમોસમી વરસાદ થવા સાથે તેજ ગતિના પવનના કારણે ખેડૂતોની આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીનો પાક ભોંય ભેગો થતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે. ચાલું વર્ષે કેરીનો પાક માંડ 30 થી 40 ટકા જેટલો જ છે. તેવામાં કમોસમી વરસાદ અને તેજ ગતિના પવનના કારણે કેરીના પાકને નુકશાન થતા જગતના તાત ને મોટું આર્થિક નુકશાન થવા સાથે વર્ષ દરમ્‍યાન તેમણે કરેલો દવા, ખાતર, મજુરો સહિતનો ખર્ચ પણ માથે પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થતા ખેડૂતોનાં માથે હાથ દઈ રોવાનો વારો આવ્‍યો હતો.

Related posts

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

દમણ ભાજપ કાર્યાલય પાસે ઝેરી કોબ્રાને સુરક્ષિત રીતે પકડતા ગુરૂ બોરિંગવાલા

vartmanpravah

વાપીમાં બોર્ડર ડિસ્‍ટ્રીક્‍ટ સંકલન માટે વલસાડ-મહારાષ્‍ટ્ર-સંઘ પ્રદેશની મેગા પોલીસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment