January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

મરવડ ગ્રામ પંચાયતના સેક્રેટરીએ કરેલી લેખિત ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ જિલ્લામાં પ્રોપર્ટી સર્વેનું કામ કરી રહેલ મેસર્સ સી.ઈ.ઈન્‍ફો સિસ્‍ટમ લિમિટેડ(મેપ માય ઈન્‍ડિયા નવી દિલ્‍હી)ના સર્વેનું કામ કરતા એક કર્મચારીએ મરવડ ગ્રામ પંચાયતમાં લોકોને જુઠ્ઠું બોલી સર્વે કરવા અને ઘર નંબર અલગ કરવા માટે રૂા.1000ની માંગણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર દમણ જિલ્લામાં પ્રોપર્ટી સર્વેનું કામ મેસર્સ સી.ઈ.ઈન્‍ફો સિસ્‍ટમ લિમિટેડ(મેપ માય ઈન્‍ડિયા નવી દિલ્‍હી)ને સોંપવામાં આવેલ છે. સર્વે કરતા કર્મી પૈકીનો એક વ્‍યક્‍તિ અવિનાશ વેદપ્રકાશ તિવારી રહે.651/1850, બીનગાંવ, કે.ડી.એ.કોલોની કાનપુર-ઉત્તર પ્રદેશનાએ મરવડ ગ્રામ પંચાયતવિસ્‍તારમાં લોકો સામુ જુઠ્ઠું બોલી સર્વે કરવા અને ઘર નંબર અલગ કરવા માટે રૂા.1000ની માંગણી કરી રહ્યા હોવાનું મરવડ ગ્રામ પંચાયતના સેક્રેટરીની જાણકારીમાં આવ્‍યું હતું. સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ફી નિર્ધારિત કરવામાં આવેલ નહીં હોવા છતાં લોકો સાથે છેતરપિંડીથી પૈસા માંગવાના સંબંધમાં મરવડ ગ્રામ પંચાયતના સેક્રેટરીએ આપેલી લેખિત ફરિયાદના અનુસંધાનમાં કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન કડૈયા-નાની દમણે આઈ.પી.સી.ની 420 કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપી અવિનાશ વેદપ્રકાશ તિવારી વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

વાપી હાઈવે શાકમાર્કેટ સામે રિક્ષા ચાલક યુવાનને ઝોંકુ આવી જતા રિક્ષા ડિવાઈડર સાથે ભટકાઈ, એકનું મોત

vartmanpravah

ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

આજે વાપી દમણગંગા નદી કિનારે આસ્‍થા સાથે ભવ્‍ય છઠ્ઠ પૂજા પ્રારંભ : બે દિવસ ઉજવણી થશે

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

Leave a Comment