Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

34 વર્ષની પોતાની સુદીર્ઘ સેવા દરમિયાન અનેક પડકારજનક કામો કરી વિભાગની વધારેલી શાખઃ તોફાને ચઢેલા એક બળદ(સાંઢ)ને કાબુમાં લેવા બતાવેલા પરાક્રમ અને કૌવત બદલ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દિનેશભાઈ માહ્યાવંશીને પુરસ્‍કૃત પણ કરાયા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દમણ અને દીવ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે 34 વર્ષ સુધી સુદીર્ઘ સેવા બજાવી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં શ્રી દિનેશભાઈ બી. માહ્યાવંશીને વિદાયમાન સન્‍માન આપવામાં આવ્‍યું હતું.પોતાની ફોરેસ્‍ટ ગાર્ડ તરીકેની જવાબદારી દરમિયાન શ્રી દિનેશભાઈ માહ્યાવંશીએ અનેક કપરી ફરજો પણ નિભાવી હતી. જેમાં એક તોફાને ચઢેલા બળદ(સાંઢ)ને નાથવા પોતાનું પરાક્રમ અને કૌવત બતાવી તમામને દંગ કરી દીધાં હતા. પોતાના જાનની બાજી લગાવી તોફાને ચઢેલા બળદ(સાંઢ)ને કાબૂમાં લાવવા બદલ પ્રશાસને શ્રી દિનેશભાઈ બી. માહ્યાવંશીને પ્રશસ્‍તિ પત્ર આપી સન્‍માનિત પણ કર્યા હતા.
શ્રી દિનેશભાઈ માહ્યાવંશીને નિવૃત્તિ વિદાયમાન દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી રાજ તિલક અને સહાયક વન સંરક્ષક (વાઈલ્‍ડ લાઈફ દાનહ) શ્રી ગાયકવાડે ખાસ ઉપસ્‍થિત રહી તેમની સેવાને બિરદાવી હતી અને તંદુરસ્‍ત સુખી જીવનની કામના પણ કરી હતી.

Related posts

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

Leave a Comment