December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડી અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની ચીખલી વન વિભાગની રેન્‍જ કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર બાતમીના આધારે આરએફઓ એ.જે.પડશાલાની સૂચનાથી વન કર્મીઓ દ્વારા તાલુકાના જોગવાડ ગામના કાળા ફળીયા વિસ્‍તારમાં છાપો મારતા કોતર અને ખરાબાવાળી સરકારી જગ્‍યા પાસેથી આરોપીઓ ફરાર થઈ ગયાહતા. અને આ સ્‍થળેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ ખેરના લાકડાઓ બિનવારસી હાલતમાં મળી આવતા વનવિભાગના સ્‍ટાફે ખેર છલીયા નંગ-62-2.392 ઘનમીટર તથા ખેર ધડતરી નંગ 93-1.025 ધનમીટરનો કુલ રૂા.1,60,000/- નો જથ્‍થો કબ્‍જે કરી એંધલ ડેપોમાં જમા કરી અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વનવિભાગ દ્વારા જોગવાડ ગામે છાપો મારી ગેરકાયદેસરનો ખેરના લાકડાનો જથ્‍થો ઝડપી પાડવામાં આવતા ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે. જોકે વન વિભાગ દ્વારા તટસ્‍થ તપાસ કરી આ ખેરના લાકડાનો જથ્‍થો કોના દ્વારા અને કયાંથી કાપવામાં આવ્‍યો હતો. તેમજ કયાં રવાના કરવાનો હતો. તે સહિતની સમગ્ર હકીકત બહાર લાવી મૂળ સૂત્રધારને ડબોચવામાં આવે તે જરૂરી છે.

Related posts

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારીએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

vartmanpravah

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

Leave a Comment