December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી કમલમ ખાતે ભાજપની સંયુક્‍ત કારોબારીમાં આગામી લોકસભાની ચૂંટણીમાં સી.આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈથી જીતાડવા હાકલ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: જિલ્લા ભાજપના કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ અને બક્ષીપંચ, કિસાન મોર્ચા, મહિલા મોર્ચા, એસસી મોર્ચા સહિતના મોરચાઓની સંયુક્‍ત કારોબારી યોજાતા અધ્‍યક્ષ સ્‍થાનેથી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહે કાર્યકરો હોદ્દેદારોને સંબોધતા જણાવ્‍યું હતું કે, આગામી 22 મી એ અયોધ્‍યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોય જેમાં આપણે પણ ઘરે ઘર દીવા પ્રગટાવી ઉજવણીમાં જોડાઈએ, સાથે સરકારની યોજનાઓ લોકોના ઘર ઘર સુધી પહોંચાડી યોજનાથી કોઈપણ વંચિત ન રહે તે માટે આપણે તકેદારી રાખી આગામી લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સાંસદ સી. આર. પાટીલને દસ લાખ મતોની સરસાઈ જીત અપાવવા માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.
જિલ્લાના મહામંત્રી જીગ્નેશભાઈ નાયકએ 2024ની ચૂંટણીના આયોજન માટે આ સંયુક્‍ત કારોબારી યોજવામાં આવી છે. પાર્ટીની ડિજિટલ એપોની સમીક્ષાકરી નમો એપ દ્વારા આપણી બેનમુન કામગીરી વડાપ્રધાન સુધી પહોંચાડવા અનુરોધ કરી આગામી 22મી ના ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવને લઈને ભક્‍તિનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે તેમ જણાવી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
કિસાન મોરચાના પ્રદેશ મંત્રી આશિષ દેસાઈ (બંટી) એ જણાવ્‍યું હતું કે, 2024નું વર્ષ આપણા માટે ખૂબ મહત્‍વનું છે. અયોધ્‍યામાં ભગવાન રામ ભવ્‍ય મંદિરમાં બિરાજમાન થવાના છે અને નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી ટર્મ માટે વડાપ્રધાને બિરાજમાન થવાના છે. સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ત્‍યારે કિસાન મોરચા દ્વારા વધારેમાં વધારે ખેડૂતો લાભ મેળવે તે માટે પ્રયત્‍ન કરાઈ રહ્યા છે. આગામી દિવસોમાં કિસાન મોરચા દ્વારા ઝોન વાઇઝ નમો કિસાન સંમેલન પણ યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્‍ય વિજય થાય તે માટે કિસાન મોરચા પણ તત્‍પર છે અને આ માટે કમર કસવામાં આવી રહી છે.
સંયુક્‍ત કારોબારીનું સંચાલન જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલે કર્યું હતું. કારોબારીમાં કિસાન મોરચાના ઉપપ્રમુખ આશિષભાઈ પણંજ, આઇટીસેલ કિસાન મોરચાના દીપકભાઈ સોલંકી, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સનમ પટેલ, ઉપ-પ્રમુખ સંજયભાઈ સમરોલી, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, ચીખલીના કિસાન મોરચાના મહામંત્રી જીગરભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના તાલુકાના પ્રમુખ ડી.બી. પટેલ ઘેજ સહિત મોટી સંખ્‍યામાં વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment