Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણમાં સમસ્‍ત કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્‍લની નિશ્રામાં રહેલી શ્રીમદ્‌ ભાગવત કથામાં આજે છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. નિત્‍ય ક્રમ અનુસાર આજે છઠ્ઠા દિવસે ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. ઉપસ્‍થિત શ્રોતાઓ દ્વારા પોથી તેમજ વ્‍યાસપૂજન કરવામાં આવ્‍યું હતું. કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ વ્‍યાસપીઠ ઉપરથી તેમની 859 શ્રીમદ્‌ ભાગવત કથાનું ભાવવાહી શૈલીમાં રસપાન કરાવતાં શ્રી કળષ્‍ણ વિદાયની કરુણ કથામાં ભાવિકો ભીની આંખે ભાવુક બન્‍યા હતા.
આજના રૂક્ષ્મણી વિવાહનાઉત્‍સવમાં શ્રી દલુભાઈ મંછાભાઈ પટેલ (ભીમપોર) અને એમનો પરિવાર ભગવાન શ્રી કળષ્‍ણની જાન લઈને પધાર્યા હતા. જ્‍યારે કન્‍યા પક્ષે કથાના મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને એમના પરિવારે માતા રૂક્ષ્મણીનું કન્‍યાદાન કર્યું હતું. જ્‍યારે શ્રી ચીમનભાઈ કરસનભાઈ પટેલ (ખારીવાડ) મોસળું લઈને પધાર્યા હતા.
રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે શ્રી અમિત કાંતિભાઈ પટેલ ભગવાન શ્રી કળષ્‍ણ બનીને આવ્‍યા હતા. જ્‍યારે શ્રીમતી જીનલબેન અમિતભાઈ પટેલ રૂક્ષ્મણી બન્‍યા હતા. આ પ્રસંગે કથાકાર પૂ. શ્રી પ્રફુલભાઈ શુક્‍લએ વ્‍યાસપીઠ પરથી નિખાલસતાથી વર્ણવ્‍યું હતું કે, ‘પ્રભુને કહીને ઘરની બહાર જનારને પાછો ઘરે લાવવાની જવાબદારી પ્રભુની છે, પ્રભુને અર્પણ કરીને કરેલું ભોજન એ ભોજન નહીં પણ ઠાકોરજીનો પ્રસાદ બની જાય.’
‘રૂક્ષ્મણી વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે,’ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ જીવનને માંગલ્‍ય કરે છે, કથાના આચાર્ય શ્રી ચેતનભાઈ જોષી (ભીમપોર) તેમજ યુવા કથાકાર કિશનભાઈ દવે દ્વારા મંગલાસ્‍ટકમ’ના મંત્રો ઊચાર્યા હતા. માધવપૂરનો માંડવો અને જાધવકુળની જાનમાં સંગીતકારો શ્રી મહેન્‍દ્ર પટેલ, શ્રસ દિપક બારોટ, અર્જુન સોલંકી, બિપિન પટેલ દ્વારા ભગવાનના લગ્ન ગીત ગાવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ભગવાન કળષ્‍ણ પરમાત્‍માનીજાનમાં જોડાયા હતા. તેમજ ભગવાનના નામ સંકીર્તનમાં મદમસ્‍ત બન્‍યા હતા. આજે કથામાં શ્રી વિશાલભાઈ ટંડેલ (ભાજપ યુવા નેતા), શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી મનુભાઈ ફકીરભાઈ પટેલ, દમણ ભાજપ શહેર પ્રમુખ શ્રી પિયુષ ઠાકોરભાઈ પટેલ, ભંડારી સમાજના પ્રમુખ શ્રી ચેતન ભંડારી, શ્રી મેહુલ પટેલ-વટાર, શ્રીમતી નિશાબેન-પૂર્વ સીડીપીઓ દમણ, મેવાડા સમાજના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ, પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના પરમ મિત્ર અને મેવાડા સમાજના ટ્રસ્‍ટી શ્રી સમીરભાઈ ભટ્ટ, શ્રી સંજયભાઈ પટેલ-ડોરી, શ્રી અમિતભાઈ, શ્રી રવિભાઈ, કથાકાર શ્રી ભાસ્‍કરભાઈ દવે (ખેરગામ), શ્રી અંકુર શુક્‍લ, શ્રી નિલેશભાઈ જાની, પતંજલિ યોગ સમિતિ દમણના સભ્‍યો શ્રી રમેશ દાબુલકર, શ્રી અશોક સિંહ, શ્રી રાજેન્‍દ્ર કોકાટે, દીપક અમૃતકર, શ્રી અરુણ નિસાદ, શ્રી અરુણ માલપુરે, શ્રી યોગેશભાઈ રાજપૂત, વલસાડ જિલ્લા સોશિયલ મીડીયા કન્‍વીનર શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી નિલેશભાઈ રાઠોડ-શાસકપક્ષ નેતા નગરપાલિકા વાપીથી પધાર્યા હતા જેમનું સ્‍વાગત શ્રી જયંતીભાઈ ખારીવાડ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી ઉપેન્‍દ્રભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
કથામાં આવતી કાલે સુદામા ચરિત્રની કથા સાથે સાત દિવસીય ભાગીરથી ગંગાને વિરામ આપવામાં આવશે. આવતી કાલે કથાનો સમયસવારે 11:00થી બપોરે 1:00નો રાખવામાં આવ્‍યો છે. ત્‍યાર બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. જેનો તમામ ભાવિક ભક્‍તોને લાભ લેવા જણાવાયું છે.

Related posts

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

vartmanpravah

Leave a Comment