August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

દમણમાં પાંચ મહિના પહેલાં રૂા.6 લાખ 72 હજારની સાયબર છેતરપિંડીના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયોઃ અલગ અલગ કંપનીના 13 મોબાઈલ ફોન, આસામ અને પヘમિ બંગાળની અલગ અલગ બેંકોના 39 એટીએમ કાર્ડ, અલગ અલગ કંપનીના ક્‍યુઆર કોડ સ્‍કેનર, 9 સીમ કાર્ડ અને પાંચ ચેકબુક બરામદ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના ત્રણ સાયબર આરોપીઓની આસામથીધરપકડ કરતા આંતરરાજ્‍ય સાયબર છેતરપિંડીના અનેક કેસો ઉકેલાવાની આશા પ્રબળ બની છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીઓના એક ડઝન કરતા વધુ મોબાઈલ ફોન, અલગ અલગ બેંકોના કુલ 39 એ.ટી.એમ. કાર્ડ, એક ડઝન જેટલા ક્‍યુઆર કોડ સ્‍કેનર, અલગ અલગ કંપીના કુલ 9 સીમકાર્ડ અને અલગ અલગ બેંકની કુલ પાંચ ચેકબુક બરામદ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.7મી મે, 2023ના રોજ ફરિયાદીની કંપનીના બેંક ખાતાને હેક કરી રૂા.6 લાખ 72 હજાર આર.ટી.જી.એસ.ના માધ્‍યમથી પોતાના (આરોપીના) બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરાયા હતા. જેના સંદર્ભમાં કડૈયા પોલીસ સ્‍ટેશને આઈપીસીની 420 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભ હતી.
કેસની તપાસ દરમિયાન એક સંદિગ્‍ધ બેંક ખાતાની જાણકારી મળી હતી. આ બેંક ખાતુ અમદાવાદ સ્‍થિત બેંકમાં હતું. બેંક ખાતુ બનાવટી દસ્‍તાવેજોનો કરી ખોલાવાયું હતું. જેનો ઉપયોગ આરોપીઓ છેતરપિંડીના પૈસાની લેવડ-દેવડ માટે કરી રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્‍યું કે, આરોપી ટીમ બનાવી ગુનો કરે છે અને આરોપીઓ દેશના વિવિધ વિસ્‍તારોમાં રહેવાવાળા છે અને તેઓ અલગ અલગ કંપનીઓના બેંક ખાતાને હેક કરી જમા કરાયેલ પૈસાને આસામની વિવિધ બેંકોના એ.ટી.એમ.થી કાઢતા હતા. પોલીસની ટીમે લગાતાર કરેલી4 મહિનાની મહેનત બાદ આરોપીઓની ઓળખ કરી લેવાઈ હતી. જેના સંદર્ભમાં એક પોલીસ ટીમને આસામ માટે મોકલી હતી. પોલીસ ટીમ દ્વારા આસામમાં વિવિધ જગ્‍યાઓ ઉપર 7 દિવસ સખત મહેનત અને વિપરીત ભૌગોલિક પરિસ્‍થિતિમાં પોલીસ ટીમે સાયબર આરોપીઓની ટોળકીનો પર્દાફાશ કરી ત્રણ સભ્‍યોને આસામના બારપેટા જિલ્લાના કલગાછી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારથી ધરપકડ કરી માનનીય ન્‍યાયાલયમાં રજૂ કરાયા છે.
આરોપીઓ ખુબ જ ચાલાકીથી ગુનાને અંજામ આપતા હતા. તેઓ કોઈ અન્‍ય રાજ્‍યમાં કોઈ બીજા વ્‍યક્‍તિના નામ ઉપર બેંક ખાતુ ખોલાવી તે બેંક ખાતાને છેતરપિંડી દ્વારા જમા કરાયેલ પૈસાની લેણ-દેણ માટે ઉપયોગ કરતા હતા. આ પૈસા દેશના કોઈ અન્‍ય રાજ્‍યના કોઈ બેંકના એ.ટી.એમ.થી કાઢતા હતા. આ પ્રકારે આ આરોપી ટોળકીનું નેટવર્ક દેશના અનેક રાજ્‍યોમાં ફેલાયેલું છે. દમણ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં (1)સોફીકુલ – રહે. કલગાછી, બારપેટા-આસામ, (2)રોતિકુલ રહે. કલગાછી, બારપેટા-આસામ અને (3)તારિકુલ ઉર્ફે હુસેન રહે. કલગાછી, બારપેટા-આસામ.
ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના કુલ 13 મોબાઈલ ફોન, આસામ અને પヘમિ બંગાળ રાજ્‍યોના અલગ અલગ બેંકોના કુલ 39 એ.ટી.એમ. કાર્ડ, કુલ 12 અલગ અલગ કંપનીના ક્‍યુઆર કોડ સ્‍કેનર, અલગઅલગ કંપનીના કુલ 9 સીમકાર્ડ અને અલગ અલગ બેંકની કુલ પાંચ ચેકબુક બરામદ કરાઈ છે.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્‍ટે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી

vartmanpravah

લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ખાંડા-ધરમપુરમાં પધારેલા પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા

vartmanpravah

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી મોટી દમણના દમણવાડાથી જન ઔષધિ પ્રતિજ્ઞા યાત્રાનું પ્રસ્‍થાનઃ દાભેલ ચેકપોસ્‍ટ ખાતે થયેલ પૂર્ણાહૂતિ

vartmanpravah

નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઈવે ૮૪૮ ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી નહીં પુરાતા વાહન ચાલકો ત્રાહિમામ્ઃ તંત્ર મૂકદર્શક

vartmanpravah

વાપી નજીકના નાની તંબાડી ગામે કાર અડફેટે બાઈક આવી જતાં એકનું મોત : એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment