Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના કોસમકુવા ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના આરોગ્‍ય ખાતા દ્વારા આયોજિત હેલ્‍થ કેમ્‍પમાં કુલ 245 લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં 34 લોકોએ ટીબી અને 13 લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્‍થાનિક કલાકારોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. 12 મહિલાઓએ પીએમ ઉજ્જવલા યોજનામાં નોંધણી કરાવી હતી. 247 પશુઓનુ વેક્‍સિનેશન પણ કરાયું હતું. 36 નવા આયુષ્‍યમાન કાર્ડ માટે નોંધણી તેમજ 18 આયુષ્‍યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્‍યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્‍મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે આવાસ યોજના, આઈસીડીએસની પોષણ અભિયાન યોજના,મિશન મંગલમ યોજના, પીએમ કિસાન સમ્‍માન નિધિ યોજના અને આયુષ્‍યમાન કાર્ડ યોજનાના પાંચ લાભાર્થીઓએ ‘‘મેરી કહાની, મેરી જુબાની” હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘‘વિકસિત ભારત” માટે પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકળતિક ખેતીનું મહત્‍વ સમજાવ્‍યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્‍નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Related posts

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

વલસાડ શહેર તથા જિલ્લાના કેટલાક વિસ્‍તારમાં ચોમાસા પહેલાં જ ખાબકેલો વરસાદઃ કેરીના પાકને વ્‍યાપકનુકસાનઃ ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment