(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08
તા.8મી ડીસેમ્બરને ‘‘રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિન”ની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે લોકજાગૃતિ લાવવાનાં ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આજે સવારે 10:30 કલાકે સંસ્થાના હોલમાં કોરોના ગાઈડ-લાઈનના પાલન સાથે આજનો કાર્યક્રમ સાદગી પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોને અને સ્ટાફને ઠંડીનાં સ્વેટરનું વિતરણ કેવડી નિવાસી પ્રેમી ભુવન પરીવારના શ્રી નીલેશભાઈ વસરામભાઈ તરફથી કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો?, તેમના વાલીઓ, સ્ટાફગણ અને કારોબારી કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન સેક્રેટરી શ્રી ઉસ્માનભાઈ વોરા તરફથી, આભારવિધિ શ્રી કિશોરભાઈ કાપડિયા તરફથી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનહરભાઈ સોલંકી તરફથી કરવામાં આવ્યુંહતું. વાત્સલ્ય સંસ્થાની કારોબારી કમિટી, મનોદિવ્યાંગ બાળકોને ઠંડીનાં સ્વેટરનું વિતરણ કરવા બદલ કેવડી નિવાસી પ્રેમી ભુવન પરિવારના શ્રી નિલેશભાઈ વસરામભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.