June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયા

દુકાનોના કેરેટ ચોરી થતા હોવાથી વેપારીઓએ વોચ ગોઠવીને દૂધ ચોરોને ઝડપી પાડી મેથી પાક ચખાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી તથા જીઆઈડીસી વિસ્‍તારમાં મળસ્‍કે દૂધના કેરેટ ઉતારી ડેરીના વાહનો ગયા બાદ દૂધચોરટા રિક્ષા લઈને તેવા કેરેટો ચોરવાના આદિ થઈ ગયેલા. વારંવાર દૂધના કેરેટોની ચોરી થતા હોવાથી વેપારીઓ સતર્ક થઈ ગયા હતા. રાત્રે વોચ ગોઠવી હતી તે દરમિયાન દૂધ ચોરવા રિક્ષા લઈને આવેલા બે ચોરટાઓને વેપારીઓએ રંગે હાથ ઝડપી પાડયા હતા.
વાપી જીઆઈડીસી અને ટાઉનમાં વસુધારા ડેરીની ગાડીઓ સવારે ત્રણથી ચાર વાગ્‍યાના સુમારે દૂધના કેરેટ પહોંચાડવા રોજ આવે છે. તેથી દૂધ ચોરો વહેલી સવારે સુમસામ સમયે રિક્ષામાં આવી દૂધના કેરેટો રિક્ષામાં ભરી ચોરી કરી ફરાર થઈ જતા હતા. તેથી કેન્‍દ્ર ધરાવતા બે-ત્રણ વેપારીઓએ રાત્રે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાબેતા મુજબ દૂધ ચોરો રિક્ષા લઈને દૂધના કેરેટ ચોરી કરવા આવેલા હતા. કેરેટ રિક્ષામાં ભરતા હતા ત્‍યાં વેપારીઓએ ચોરોને ઝડપી પાડી બરાબરનો માર મારી મેથીપાક ચખાડયો હતો. જો કે ઘટનાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. દૂધ ચોરો અલગ અલર વિસ્‍તાર બદલતા રહેતા તેથી પકડાતા નહોતા પરંતુ અંતે તેમનો ખેલ ખતમ થઈ ગયો હતો. વેપારીઓએ રિક્ષામાંથી 10 કેરેટ દૂધના કબજે લઈ લીધા હતા.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

Leave a Comment