December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

શહેરમાં પાણીની સમસ્‍યા છે ત્‍યારે પાણીનો વ્‍યય કેટલો વ્‍યાજબી?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.13: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝમાંથી પસાર થતી બિલખાડીના કિનારે પસાર થતી મુખ્‍ય પાણીની પાઈપ લાઈન કેટલાક સમયથી લિકેજ થઈ હોવાથી ફુવારા ઉડી રહ્યા છે તેથી હજારો લીટર ફિલ્‍ટર પાણી વેડફાઈ રહ્યું છે.
જીઆઈડીસી ફોર્થ ફેઈઝ વિસ્‍તારમાંથી પસાર થતી બિલખાડીના કિનારે કિનારે આવેલ જીઆઈડીસી વોટર સપ્‍લાયની મુખ્‍ય પાઈપ લાઈન તૂટી જતા પાઈપમાંથી ફુવારા ઉડી રહ્યા છે. જેને લીધે હજારો લીટર શુધ્‍ધ ફિલ્‍ટર પાણી નાહકનું વેડફાઈ રહ્યું છે. એક તરફ વાપી શહેર પાણી સમસ્‍યાથી પીડાઈ રહ્યું છે ત્‍યાં બીજી તરફ પાણીનો માનવીય ભૂલના કારણે થઈ રહેલ વેડફાટ કેટલો વ્‍યાજબી તેવુ જાગૃત નાગરિકો આવતા જતા વ્‍યય થતા પાણી જોઈને કરી રહ્યા છે. તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે.

Related posts

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને સીડીએસ સ્‍વ. બિપિન રાવતને અર્પેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

Leave a Comment