October 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ધી પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ શાખા તથાસુમીટોમો કેમિકલ ઈન્‍ડિયા લિમિટેડ દ્વારા પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટીના મંત્રી ડૉ.યઝદી ઈટાલિયાના માર્ગદર્શન હેઠળ ડૉ.અભિષેક મિષાી તથા કલ્‍પેશ રાઠોડ દ્વારા યુથ રેડ ક્રોસની સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી. સીપીઆર ટ્રેનિંગ હાલ પ્રવર્તમાન સંજોગોમાં ખૂબ મહત્‍વની છે એની વિદ્યાર્થીઓએ સમજ કેળવવી જરૂરી છે. સુમિટોમો કેમિકલ ઈન્‍ડિયા લિમિટેડ કંપનીના સીએસઆર ફંડમાંથી વિદ્યાર્થીઓને જરૂરી કીટ આપવામાં આવી હતી. પ્રા. વત્‍સલ પાંચાલ તથા પ્રા. વિરલ ગજરે દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર આયોજન બદલ કોલેજના કેમ્‍પસ ડાયરેક્‍ટર દીપેશ શાહ અને પારડી એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દમાં દોઢ વર્ષે પણ આંગણવાડીનું બાંધકામ પૂર્ણ નહીં થતાં નાના ભૂલકાંઓ ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાસાયણિક આપત્તિ અને સમુદ્ર કિનારાની સફાઈ બાબતે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

Leave a Comment