December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવો

ઘનિષ્ટ વાવેતર માટે 75 હજાર અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે 1 લાખની સહાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: આંબાની ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવી શકાય છે. આ ઉપરાંત આ નવીન અભિગમવાળી વાવેતર પદ્ધતિ અપનાવીનેઆંબા કલમોનું વાવેતર કરી ઉછેર કરવાથી અન્‍ય ફાયદાઓ પણ થાય છે. જેવા કે કેરી બેડવી ખુબજ સહેલી રહે, રોગજીવાત નિયંત્રણ સરળ અને તરત જ કરી શકાય, ઝાડના કદના પ્રમાણમાં વધુ ઉત્‍પાદન મળે, આંબાઝાડનો મોટોભાગ ફળ ઉત્‍પાદનમાં ભાગ ભજવે, સુર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય અને કરેલી માવજતની અસર વધુ ઝડપી થાય છે. આંબાની ઘનિષ્ઠ વાવેતરમાં આંબા કલમોનું વાવતેર અંતર 5×5, 5×4, 6×4 અને 6×3 મીટર અંતરે કરવામાં આવે છે જ્‍યારે અતિ ઘનિષ્ઠ વાવેતરમાં આંબા કલમોનું વાવતેર અંતર 5×3, 6×2, 4×2 અને 3×3 મીટર અંતરે કરવામાં આવે છે. આ વાવેતર પદ્ધતિમાં આંબાની કેસર, આમ્રપાલી, તોતાપુરી, સોનપરી, મલ્લીકા, દશેરી, રત્‍ના, નીલમ વગેરે જેવી ઝાડનો ઓછો વિકાસ ધરાવતી જાતોની ભલામણ કરવામાં આવે છે.
બાગાયત ખાતુ, ગુજરાત રાજ્‍ય દ્વારા આંબાની ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર માટે ખેડૂતોને પોત્‍સાહન આપવા માટેની સહાય યોજનાઓ કાર્યરત છે જે મુજબ આંબાની ઘનિષ્ટ વાવેતર કરવા માટે રૂા.1.50 લાખ યુનિટ કોસ્‍ટ સામે રૂા.75000/- ની સહાય અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે રૂા.2.00 લાખ યુનિટ કોસ્‍ટ સામે મહત્તમ રૂા.1.00 લાખ સુધીની સહાય ટપક પ્રધ્‍ધતિ સાથે ત્રણ હપ્તામાં (60:20:20) આપવામાં આવે છે. આ યોજનાઓનોલાભ મેળવવા માટે ખેડૂતોએ i-khedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિન્‍ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક, વલસાડ શાખાની સામે, તિથલ રોડ, વલસાડ-396001 ટેલીફોન નંબર-02632243183 ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.એ ગણેશોત્‍સવ દરમિયાન પૂજાવિધિ માટે ચડાવેલા ફૂલોનો ખાતર બનાવવા શરૂ કરેલો ઉપયોગ

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment