Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સ્‍વામી વિવેકનંદજીની 162મી જન્‍મજયંતી રંગેચંગે ઉજવાઈ: 3000 યુવાનોએ રેલી અને સંમેલનમાં ભાગ લીધો

આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્‍વામી વિવેકનંદજી છે :
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા.12: શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્વામી વિવેકાનંદજીની ૧૬૨મી જન્મજયતી યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ઉજવાઇ હતી જેમાં નગરની અને તાલુકાની ૨૦થી વધુ શાળા અને કોલેજના ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીમિત્રો એબીવીપીના કાર્યકર્તાઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, કેળવણીકારો અને નગરના પ્રબુદ્ધ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
સવારે ૮.૦૦ કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક ખાતે ઉપસ્થિત સૌએ પુષ્પાંજલિ કરી હતી, બાદ પ્રાસંગિક આવકાર બાદ ૩૦૦૦થી વધુ યુવા વિદ્યાર્થીઓના સથવારે નીકળેલી યુવા-રેલી નગરના સમડીચોકથી પ્રભુફળિયા, મોટાબજાર, ટાવરરોડ, રાધાકૃષ્ણ મંદિર, ગાંધીબાગ, દશોંદી ફળિયા, ગાર્ડન રોડ, બાબાસાહેબ આંબેડકર સર્કલ, એસ.ટી. ડેપો રોડ, જેલરોડ થઈ લક્ષ્મીનારાયણ મંદિર પરિસરે સંપન્ન થઈ હતી, સમગ્ર રેલી દરમિયાન યુવાનોએ ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજીન જયઘોષના સથવારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂક્યું હતું.
પરિસરમા આયોજિત યુવા સંમેલનના મુખ્ય વક્તા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો કરનરાજ વાઘેલાજીએ (આઈપીએસ) ૩૦૦૦ જેટલા યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે આજના જમાનાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકનંદજી જ છે, યુવા અવસ્થામાં દરેક વિદ્યાર્થી પાસે એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ અને એને પામવા પ્રચંડ પુરુષાર્થ પણ કરવો જોઈએ અનેકવિધ ઈતર પ્રવૃતિઑમાં પણ રસ લઈ દરેક પાસામાં પરંગતતા મેળવવી એ આજના વિધ્યાર્થીઑ માટે ખૂબ જરૂરી છે આ સાથે એમને પોતાના જીવનમાં જે સ્વામી વિવેકાનંદજીના વિચારો આત્મસાત કર્યા હતા જેમાં આત્મવિશ્વાસ, ધીરજ અને ધ્યેયપ્રાપ્તિ મુખ્યત્વે રહ્યા હતા એમ જણાવી ડો વાઘેલજીએ પોતે એમબીબીએસ (ડૉક્ટર) થયા બાદ એક વર્ષ ઈર્ન્ટનશીપ કરી અને ત્યાર બાદ પણ આઇપીએસ બનવાનું સ્વપ્નું સેવ્યું અને એને વિવેકનંદજીના સિધ્ધાંતો – આદર્શો થકી સિધ્ધ કર્યાની પોતાની આખી જીવનગાથા ભાવવાહી શૈલીમાં કહી હતી અને હાલ તાજેતરમાં આવેલ “૧૨મુ ફેઇલ” પીકચર દરેક વિદ્યાર્થીઑને જોવા અનુરોધ કર્યો હતો
બાદ બીજા વ્યક્ત હરિકૃષ્ણ શાસ્ત્રીજીએ વિદ્યાથીઓને વિવેકાનંદજીના આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન, આત્મસંયમના સિધ્ધાંતો આધારીત વિસ્તૃત છણાવટ કરી ઉપસ્થિત યુવાનોને પોતાની જાતમાં શ્રધ્ધા રાખી આત્મશ્રદ્ધા કેળવવા અને શ્રદ્ધાના પાયા પર ઊભા રહી બળવાન બનવાનું નવું સૂત્ર આપ્યું હતું, બાદ વિધ્યાથીઓએ પ્રશ્નોતરી કાળ દરમિયાન કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા હતા જેના બંને વક્તાઓએ વારાફરતી ભાવવાહી ઉત્તરો આપ્યા હતા. પ્રશ્નોતરી કાળ સૌથી વધુ રોચક રહ્યો હતો.
યુવા સંમેલનની શરૂવાતમાં ડો દોલતભાઈ દેસાઇએ ટ્રસ્ટની પ્રવૃતિઑનો પરિચય આપી સૌને આવકાર્યા હતા બાદ સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે યુવાનોને વિવેકાનંદજીના મુખ્ય સિદ્ધાંત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહોને જીવનમાં આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જીવાભાઇ આહીર, વસંતભાઈ કોટક, મુકેશ મેરાઈ, પંકજ પટેલ, હિતેશ મેરાઈ વલસાડના મિતુલ દેસાઇ, વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટનો ચુકાદો: નરોલીમાં થયેલ હત્‍યાના આરોપીને આજીવન કારાવાસ અને 15હજાર અર્થદંડની સજા

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

થાલા હત્‍યા પ્રકરણમાં આરોપીની બહેનના પ્રેમ લગ્નમાં મદદ કરવા અંગેની અદાવત રાખી મિત્રો સાથે કરાયેલો હુમલો

vartmanpravah

વલસાડમાંટુવ્‍હિલર ચોરતી ગેંગ ઝડપાઈઃ ચોરી કરેલા વાહનો એક દુકાનમાં રખાયા હતા

vartmanpravah

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

Leave a Comment