Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો : ક્‍યાંક ગરમી તો ક્‍યાંક ઝરમર વરસાદનો નજારો

સેલવાસના ઉમરકુઈ, કીલવણી, સિલી વિસ્‍તારમાં વરસાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્‍યો છે. વાદળછાયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્‍યું છે. ક્‍યાંક વરસાદ તો ક્‍યાંક કાળઝાળ ગરમી પડી રહી છે. ફરી એકવાર માવઠાના મારથી ખેડૂત થયો છે બેહાલ. એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્‍યાં બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્‍તારમાં ચોમાસા જેવો ઘાટ ઘડાયો છે. રાજ્‍યના કેટલાક વિસ્‍તારમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્‍યો છે. માવઠાનો માર જગતના તાત માટે પડતા પર પાટુ સમાન છે. ચોમાસામાં થયેલી પાક નુકસાનીથી બેઠા થઈ રહેલા ખેડૂતોની હાલત ફરી કફોડી બનશે.
વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી વિસ્‍તારમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્‍યો હતો. ક્‍યાંક ઝરમર ઝરમર વરસાદ પડયો હતો તો કેટલાક વિસ્‍તારમાં કાળઝાળ ગરમીના માહોલ વાળું વાતાવરણ જોવા મળ્‍યું હતું. દાદરા નગરહવેલી વિસ્‍તારમાં આવેલ ઉમરકુઈ, કીલવણી, સીલી જેવા વિસ્‍તારોમાં શુક્રવારે વરસાદ પડયો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્‍યા છે. આંબા ઉપર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. કેરીની સિઝન શરૂ થવાની છે ત્‍યાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયેલું જોવા મળ્‍યું છે. બીજી તરફ રાજ્‍યના તાપી જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં વાદળછાયા વાતારવણ બાદ કમોસમી વરસાદ નોંધાયો હતો. સોગનઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્‍યો હતો.

Related posts

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

Leave a Comment