October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ સામાન્‍ય નાગરિકો માટે શ્રેષ્‍ઠ મિત્ર પણ અસામાજિક તત્ત્વો માટે કાળઃ એસ.પી. આર.પી. મીણા

દમણના નવનિયુક્‍ત એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાનો નવતર પ્રજાવત્‍સલ અભિગમઃ લોકો વચ્‍ચે જઈ પોલીસની કામગીરીની શરૂ કરેલી સમીક્ષાઃ પોલીસને વધુ પ્રજામિત્ર બનાવવા કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લાના નવનિયુક્‍ત એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે પોલીસ દરબારનું નવતર આયોજન કર્યું હતું. જેમાં ગામલોકો સાથે વિવિધ મુદ્દે ખુબ જ આત્‍મિયતાથી સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લાના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ જણાવ્‍યું હતું કે, દમણ પોલીસ નીતિ-નિયમોનું પાલન કરતા સામાન્‍ય નાગરિક માટે શ્રેષ્‍ઠ મિત્ર છે. પરંતુ નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરતા અને અસામાજિક તત્ત્વો માટે બચવું મુશ્‍કેલ રહે તે પ્રકારની કાર્યપ્રણાલી છે. તેમણે નાગરિકોને પોતાના આસપાસ ચાલતી કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિની ભયમુક્‍ત બની પોલીસનેજાણકારી આપવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, જાણકારી આપનારની ગુપ્તતા પણ ખાનગી રહેશે. તેમણે એક ગુનાખોરીમુક્‍ત અને નિર્ભય સમાજની રચના કરવાનો સંદેશ આપ્‍યો હતો.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દમણ પોલીસના પ્રયાસની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, લોકોને ખાખી વર્દીથી હંમેશા ડર લાગતો હોય છે, પરંતુ નવા એસ.પી. સાહેબ શ્રી આર.પી.મીણાએ આ લોકોમાં ભય દૂર કરવા નવતર પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, હવે અસામાજિક તત્ત્વોએ જ પોલીસથી ડરવું પડશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણા અને પી.એસ.આઈ. શ્રી ધનજીભાઈ ડોબરિયાએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

ઊર્જામંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. ૨૧.૬૬ કરોડના ખર્ચે નવા બનનારા ૬૬ કે.વી. ચલા અને છીરી સબ સ્ટેશનોનું ખાતમુહૂર્ત

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો: 210704 મતથી ધવલ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

મોટી દમણની નવનિર્મિત શાકભાજી અને મચ્‍છી માર્કેટનો કરાયો પ્રારંભઃ વિક્રેતાઓ અને ખરીદદારોમાં આનંદની લાગણી

vartmanpravah

Leave a Comment