Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિદ્યાર્થી સંઘના નેતા વિશાલ પટેલ અને વિશ્વા પટેલ દ્વારા નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડમાં સ્‍ટુડન્‍ટ પ્રીમિયર લીગનું કરાયેલું આયોજન

ટુર્નામેન્‍ટના ટાઈટલ સ્‍પોન્‍સર છે 67 ફાઈટરના નવીનભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં નાની દમણમાં દિલીપનગર ગ્રાઉન્‍ડ ઉપર દમણના વિદ્યાર્થી સંઘના નેતા શ્રી વિશાલ પટેલ અને શ્રી વિશ્વા પટેલ દ્વારા ‘સ્‍ટુડન્‍ટ ક્રિકેટ પ્રીમિયર લીગ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્‍ટુડન્‍ટ ક્રિકેટ પ્રીમિયર લીગની સિઝન-3 છે. જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જે આગામી 16મી જાન્‍યુઆરી સુધી ચાલશે.
આજે ટુર્નામેન્‍ટના શુભારંભ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. ટુર્નામેન્‍ટનો શુભારંભ દીપ પ્રાગટય કરીને અને સ્‍વામી વિવેકાનંદજીને વંદન કર્યા બાદ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે ડીડીએ ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ ટંડેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી મેહુલ પટેલ, કોલેજો અને શાળાઓના આચાર્યશ્રીઓ શ્રી સંજય સઠિયાતી, શ્રી બાલગણેશ, શ્રી રાહુલ, શ્રી ચિરાગ, શ્રી જપતાપ, શ્રી ઈશ્વર, શ્રી શશીકાંત અને શ્રીમેહુલભાઈ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને વિદ્યાર્થી ખેલાડીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.
આ ટુર્નામેન્‍ટમાં શાળા અને કોલેજની ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચ 16મી જાન્‍યુઆરીના મંગળવારે યોજાશે. ‘સ્‍ટુડન્‍ટ ક્રિકેટ પ્રીમિયર લીગ’ ટુર્નામેન્‍ટના મુખ્‍ય આયોજક શ્રી વિશાલ પટેલ અને તેના સાથી મિત્રોની જહેમત ઉઠાવી રહ્યા છે. જ્‍યારે 67 ફાઈટરના શ્રી નવીનભાઈ પટેલ ટુર્નામેન્‍ટ ટાઈટલને સ્‍પોન્‍સર કરી રહ્યા છે.

Related posts

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ઉપરાષ્‍ટ્રપતિ અને રાજ્‍યસભાના અધ્‍યક્ષ જગદીપ ધનખડની કરાયેલી મિમિક્રીના વિરોધમાં દીવ જિલ્લા ભાજપે ટીએમસી સાંસદ કલ્‍યાણ બેનર્જી અને રાહુલ ગાંધી વિરૂધ્‍ધ યોજેલા ધરણા પ્રદર્શન

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

Leave a Comment