January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીના ચેરમેન પદે કિશોરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ રાઠોડની વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: જિલ્લા રજીસ્‍ટાર ડી. એમ પટેલ દ્વારા તાલુકાની સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીમાં વહીવટદારના સ્‍થાને સાત સભ્‍યોની વહીવટી કમિટીની નિમણૂક કર્યા બાદ આજે આ કમિટીની મંડળીની કચેરીમાં ડિરેક્‍ટર પરિમલભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને ઈન્‍ચાર્જ મેનેજર અનિલભાઈ ઉપરાંત જે. ડી. પટેલ સુમનભાઈ, રમણભાઈ કાકડવેરી, અમ્રતભાઈ, લક્ષ્મણભાઈ રાઠોડ, કિશોરભાઈ પટેલ સહિતના ડિરેક્‍ટરોની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં ચેરમેન પદે સાદકપોરના કિશોરભાઈ હરિભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે હરણગામના લક્ષ્મણભાઈ રાઠોડની વરણીકરવામાં આવી હતી.
રૂપાંતર મંડળીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બંને હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળી લેતા કાવેરી સુગરના ચેરમેન આનંદભાઈ દેસાઈ ભાજપ પ્રમુખ મયંકભાઈ, મહામંત્રી સમીરભાઈ ઉપરાંત એપીએમસીના ડિરેક્‍ટર અજયભાઈ દેસાઈ, ધર્મેશભાઈ તાલુકા પંચાયત, ઉપપ્રમુખ રમેશભાઈ સાદકપોરના સરપંચ સંજયભાઈ પૂર્વ સરપંચ આશાબેન, ભાજપ જિલ્લા કિસાન મોરચા આઇટી સેલના દીપકભાઈ સોલંકી યુવા અગ્રણી દીપ પટેલ સહિતનાઓએ અભિનંદન પાઠવ્‍યા હતા. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પરિમલભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે મંડળીના ચેરમેન પદે વરાયેલા કિશોરભાઈ પટેલનો સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ આ સંસ્‍થાને કામ લાગશે. એપીએમસીમાં તેમના 16 વર્ષથી વધુના ચેરમેન પદના સમયગાળામાં તેમના આગોતરા આયોજન દ્વારા માળખાકીય સુવિધા સાથે આવકનાસ્ત્રોત વધારી પારદર્શક વહીવટી આજે એપીએમસી ધમધમે છે.
રૂપાંતર મંડળીના ચેરમેન પદે વરાયેલા કિશોરભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સાથી સભ્‍ય સાથે ધારાસભ્‍ય નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રૂપાંતરણ મંત્રીનો વહીવટમાં સુધારો કરવાના પ્રયત્‍નો કરાશે સાથે તેમણે ઉપસ્‍થિતો પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
ચીખલી તાલુકા સહકારી રૂપાંતર અને વેચાણ કરનારી મંડળીમાંજિલ્લા રજીસ્‍ટર દ્વારા ભૂતકાળમાં થયેલી ગેરરીટીની ફરિયાદમાં ચોકસ તપાસ માટે કાર્યાલય અધિક્ષક આર. એન. ટેલરની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા રજીસ્‍ટાર ડી. એમ પટેલે તેમના આદેશમાં મંડળી તથા સભાસદોના વિશાળ હિતને ધ્‍યાનમાં રાખી વંકાલના પૂર્વ સરપંચ વાસંતીબેન દીપકભાઈ પટેલની અરજીમાં સમરોલી બ્‍લોક નંબર 857, 858 તથા સીટી સર્વે નં-463 ની જમીન ઉપર બાંધવામાં આવેલ દુકાનો વગેરેની વેચાણ/ભાડે આપવાની કામગીરીમાં સરકારશ્રીના નિયમોનો, કાયદાકીય જોગવાઈનું પૂરેપૂરું પાલન થયું છે કે કેમ ? મંડળી દ્વારા ચાલતો પેટ્રોલ પંપ બંધ થતા તેમાં કોની ક્ષતી જણાય આવે છે ? તથા તે જ જગ્‍યા ભાડે આપવાની પ્રક્રિયા નિયમો અનુસાર થયેલ છે કે કેમ ? તેની તપાસ કરી દિન-30 આધાર પુરાવા સાથે અહેવાલ સુપ્રત કરવા જણાવાયું છે.

Related posts

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

Leave a Comment