November 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોતાના માદરે વતન હિંમતનગર ખાતે પતંગ ચગાવવાનો લીધેલો આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

હિંમતનગર, તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના માદરે વતન હિંમતનગર ખાતે ધારાસભ્‍ય શ્રી વી.ડી.ઝાલા તથા અન્‍ય આગેવાનો સાથે મકર સંક્રાંતિ-ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે આકાશમાંપતંગ ચગાવી આનંદ માણ્‍યો હતો. પ્રશાસકશ્રીએ આકાશમાં ઉડતી અનેક પતંગો કાપી હતી અને તેમના વિસ્‍તારમાં કોઈ પતંગ આવવાની હિંમત પણ નહીં કરે એવી સ્‍થિતિ નિર્માણ થઈ હોવાનું વાયરલ થયેલા વીડિયો ઉપરથી પ્રતિત થાય છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ શ્રી પ્રફુલભાઈ પટેલની હાક ધાક અને નિષ્‍ઠા સામે ભલભલાને ઝૂકવાની ફરજ પડી હતી. તેમાં અસામાજિક તત્ત્વો તો ક્‍યાં ભૂગર્ભમાં ચાલી ગયા યા તો પોતાનો ધંધો-પાણી બદલી સદ્‌ગૃહસ્‍થ બન્‍યા છે. ત્‍યારે પ્રશાસક તરીકે પણ તેમણે અનેકોની કાપેલી ‘પતંગ’ના કારણે ક્‍યાં તો કપાયા છે, નહીં તો અટવાયા અને બાકી રહ્યા તે ભટકાયા પણ ખરા..!

Related posts

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્‍યું

vartmanpravah

વલસાડ તાલુકાના રોણવેલ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 2055 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment