સવારે 11:00 વાગ્યે મોટી દમણ ફિશ માર્કેટની બાજુમાંથી રોડ શો દ્વારા કલેક્ટરાલય સુધી પહોંચશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : આવતી કાલે લોકસભાની દમણ અને દીવ બેઠકના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરવા માટે જવાના હોવાની માહિતી સાંપડી છે.
મોટી દમણ મચ્છી માર્કેટથી કલેક્ટરાલય સુધી રોડ શૉ યોજી દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલ ઉમેદવારીપત્રક ભરવા માટે સવારે 11:00 વાગ્યે જવાના હોવાની જાણકારી પ્રદેશ કોંગ્રેસે આપી છે.