December 3, 2024
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્‍ડિયા (બી.સી.સી.આઈ.) દ્વારા દ્વારા આયોજિત અખિલ ભારતીય આંતર રાજ્‍ય ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ 26 ઓક્‍ટોબરથી રાજસ્‍થાન અને ગુજરાત વચ્‍ચે જયપુરના માનસિંહ સવાઈ સ્‍ટેડિયમમાં ચાલી રહી હતી જેમાં રાજસ્‍થાનના કેપ્‍ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત તેની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા 97.4 ઓવરમાં 335 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું જેમાં પ્રિયંક પંચાલે 110 રન, આર્ય દેસાઈએ 86 રન, જયમીત પટેલે 61 અને ઉમંગ ટંડેલે 41 રન બનાવ્‍યા હતા.
પ્રથમ દાવમાં 335 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્‍થાનની ટીમ 105.5 ઓવરમાં 319 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી બોલિંગમાં અરઝાનનગવાસવાલાએ 3, જયમીતે 3, કેપ્‍ટન ચિંતન ગજાએ 2, રવિ બિશ્નોઈ અને તેજસ પટેલે 1-1 વિકેટ લીધી હતી. બીજા દાવમાં ગુજરાતની ટીમ 16 રનની લીડ સાથે બેટિંગ કરવા આવી હતી અને શરૂઆતી આંચકાનો સામનો કર્યા બાદ તેણે 84 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, ત્‍યારબાદ દમણના યુવા ક્રિકેટર ઉમંગ ટંડેલ બેટિંગ કરવા આવ્‍યો હતો અને જયમીત પટેલ સાથે મળીને ઉમંગ ટંડેલે 153 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી અને પાંચમી વિકેટ માટે રનની ભાગીદારી કરીને ગુજરાતને મજબૂત સ્‍થિતિ અપાવી હતી, ત્‍યારબાદ 237 રનના સ્‍કોર પર ગુજરાતની પાંચમી વિકેટ જયમીત 82 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ઉમંગ ટંડેલે પોતાની નજર નક્કી કરી લીધી હતી અને ઉમંગે રાજસ્‍થાનના તમામ બોલરોનો ખૂબ જ સરળતાથી એકલા હાથે સામનો કર્યો હતો. ગુજરાતની ટીમે 9 વિકેટ ગુમાવીને 314 રન પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો જેમાં ઉમંગ ટંડેલે 56.88ના સ્‍ટ્રાઈક રેટથી 269 બોલમાં 17 ચોગ્‍ગા અને 2 છગ્‍ગાની મદદથી અણનમ 153 રન બનાવ્‍યા હતા અને ગુજરાતની ટીમને સારી સ્‍થિતિમાં પહોંચાડી દીધી. તે સાથે ગુજરાતે તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને ત્‍યારબાદ રાજસ્‍થાન અને ગુજરાતના બંને કેપ્‍ટન વચ્‍ચે પરસ્‍પર સંમતિ બાદ મેચ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી, આમ ગુજરાતે પ્રથમ દાવનાઆધારે મેચ જીતી લીધી છે.
મેચ બાદ દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલના કોચ ભગુ પટેલે પોતાની ખુશી વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, ઉમંગ એક શાનદાર બેટ્‍સમેન છે જે એકવાર પોતાની લયમાં આવી જાય તો તે જાણે છે કે કેવી રીતે મેચને પોતાની તરફેણમાં ફેરવી શકાય અને ઉમંગે રાજસ્‍થાન સામે એવું જ કર્યું છે. ઉમંગ ભવિષ્‍યમાં પણ તેનું પ્રદર્શન ચાલુ રાખશે અને ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વિશ્વાસ પર ખરા ઉતરશે. ઉમંગના પ્રદર્શનથી સંઘપ્રદેશ સહિતના દેશભરના ઉમંગના ચાહકો અને તમામ ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

Related posts

દમણ ડાભેલ કેવડી ફળિયા ખાતે સરસ્‍વતી માતા મંદિરના બીજા પાટોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

વાપીનો વિદ્યાર્થી જેઈઈ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં પ્રથમ ટોપ સ્‍કોરરબન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

Leave a Comment