એક આરોપી આંતલીયાના આરોપી હાર્દિકએ પોલીસ ડરથી આત્મ સમર્પણ કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વલસાડ એસ.ઓ.જી. ટીમને મળેલી બાતમી બાદ હાઈવે ડુંગરી માલવા હોટલ પાસે રફીકલાલા આફતાબ ખાન અને હાર્દિક નરેન્દ્ર પટેલની એક પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે ઝડપી પાડયા હતા. બન્ને પાસે રૂા.35,800 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન શુક્રવારે અચાનક વળાંક આવ્યો હતો. ગણદેવી આતલીયાના એક આરોપીએ પિસ્તોલ ખરીદીનો ભાંડો ફૂટશે તે ડરતી આત્મ સમર્પણ કર્યું હતું. વધુ તપાસમાં હાર્દિક નરેન્દ્ર કોળી પટેલ, સાગર રાજુ ધોડીયા તથા સચિન વિનોદ માંગ નામના આરોપીઓએ સાતેક મહિના પહેલા રફીકલાલા પાસે પિસ્તોલ ખરીદી હતી તેઆંતલીયાના કલ્પેશ છગન પટેલ મારફતે આપી હતી. આરોપીઓમાં કલ્પેશ પટેલ માથાભારે આરોપી છે. તેની ઉપર 9 જેટલા ગુના નોંધાયેલ છે. આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. હજુ વધુ આરોપી ઝડપાશે તેવી શક્યતા પોલીસ તપાસી રહી છે.